Box Office રિપોર્ટ : અજય દેવગણે અમિર ખાનને પછાડ્યો
આમિર ખાનની 'સિક્રેટ.' સુપરસ્ટાર બાદ રિલિઝ થયેલ 'ગોલમાલ અગેન'નું કલેક્શન વધારે થયું. રોહિત શેટ્ટીની ફિલ્મ 'ગોલમાલ અગેન'ના આવવાથી 'સિક્રેટ સુપરસ્ટાર'ની કમાણી થઈ ડાઉન. આ અંગે વધુ વાંચો અહીં..
આમિર ખાન અને ઝાયરા વસીમની ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' ગુરૂવારના રોજ રિલિઝ થઈ હતી. આમિર ખાનની ફિલ્મ પાસે લોકો જેવા પ્રકારની ફિલ્મોની અપેક્ષા રાખે છે, તે પ્રમાણે તે ફિલ્મ પુરી ખરી ઊતરી છે. 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મ લોકોની સાથે ફિલ્મ સમીક્ષકોએ પણ વખાણી છે. તો બીજી તરફ શુક્રવારે અજય દેવગણની ગોલમાલ સીરિઝની 'ગોલમાલ અગેન' પણ રિલિઝ થઈ હતી. કોમેડી સાથે હોરર આધારિત આ ફિલ્મના કારણે આમિરના બોક્સ ઓફિસ કલેક્શનને ચોક્કસ અસર થઈ હતી.

'સિક્રેટ સુપરસ્ટાર'ની કમાણી
ગુરુવારે રિલિઝ થયેલ 'સિક્રેટ સુપરસ્ટાર' ની પહેલા દિવસની કમાણી 4.80 કરોડ પર પહોંચી હતી. 'ગોલમાલ અગેન'ના રિલિઝ બાદ તે બીજા દિવસે માત્ર 6 કરોડ સુધી જ પહોચી શકી હતી. એટલે કે તેની અત્યાર સુધીની કુલ કમાણી 10 કરોડ સુધી પહોચી ગઈ છે. જેને એવરેજ કમાણી ચોક્કસ કહી શકાય.

'ગોલમાલ અગેન'ની કમાણી
રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેન જેમાં અજય દેવગણ, પરિણીતી ચોપરા, તબુ, અરશદ વારસી, કૃણાલ ખેમૂ અને તુષાર કપૂર છે. તેની ઓપનિંગ ખુબ જ ધમાકેદાર રહી છે. મળતી મહિતી પ્રમાણે આ ફિલ્મે તેના પહેલા જ દિવસમાં 70થી 75 ટકાનું ઓપનિંગ કલેક્શન મેળવ્યું છે. જે ખૂબ સારી વાત કહી શકાય. હજુ પણ આ ફિલ્મને દિવાળીની રજાઓનો ફાયદો તેના બોક્સ ઓફિસ કલેક્શનમાં ચોક્કસ જોવા મળશે.

'સિક્રેટ સુપરસ્ટાર'ની વાર્તા
આમિર ખાનની ફિલ્મની વાર્તાની જો વાત કરવામાં આવે તો તેમાં દર્શકો ઇમોશનલી કનેક્ટ થઈ શકે છે. ફિલ્મને જોતા તમને એક વાર એવું ચોક્કસ લાગશે કે તમે પણ ઇન્સિયાની દુનિયાનો ભાગ છો. આ ફિલ્મ સંવેદનશીલ અને મનોરંજનથી ભરપૂર છે. સમાજમાં કેટલાક કુરિવાજો સામે પ્રશ્ન કરતી આ ફિલ્મથી લોકોને પણ પોતાના વિચારો બદલવાની પ્રેરણા આપે તેવી છે.

'ગોલમાલ અગેન'
ગોલમાલ સીરિઝની આ ચોથી ફિલ્મ છે. કોમેડી અને કલ્પનાઓથી ભરેલી આ ફિલ્મમાં લોકો મન ભરીને મનોરંજન મેળવી શકે છે. ફિલ્મમાં કોઇ પણ પ્રકારના લોજીક વાપર્યા વગર તમે માત્ર આનંદ માટે આ ફિલ્મને નિહાળી શકો છો. રોહિત શેટ્ટીની ફિલ્મ હોવાથી તમે એક્શનનો મસાલો પણ જોવા મળશે. જે હાલ તો 'સિક્રેટ સુપરસ્ટાર' પર ભારી પડી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
