જાણો કેટલુ ભણેલી છે તમારી ગમતી બોલિવૂડ હસીનાઓ? એક તો ગોલ્ડ મેડાલિસ્ટ છે
બોલિવૂડની મોટાભાગની અભિનેત્રીઓ માસ્ટર સુધી ભણેલી છે. એક્ટિંગ સાથે સાથે ભણવામાં પણ સારી રહી છે.
ફિલ્મોમાં કામ કરવા માટે શિક્ષણ કરતા સારી એક્ટિંગની જરૂર રહે છે. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર છે જે થોડુ ભણીને એક્ટિંગમાં મોટુ નામ કરી ચુક્યા છે. જો કે ઘણા સ્ટાર એવા પણ છે જે તે વિષયમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. આજે આપણે બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓની વાત કરવાના છીએ, આ અભિનેત્રીઓએ બોલિવૂડમાં તેમની એક્ટિંગ સ્કીલથી ઝંડા ગાળ્યા છે. જો તે તેના અભ્યાસ વિશે કોઈ વધારે જાણતું નથી.

પ્રીતિ જિંટા
પોતાની ક્યૂટનેસની એક સમયે બોલિવૂડ પર રાજ કરનારી પ્રીતિ જિંટા પણ સારૂ ભણેલી છે. પ્રીતિ તે અંગ્રેજીમાં સ્નાતક છે અને ક્રિમિનલ સાયકોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી પણ કરી ચુકી છે.

કૃતિ સેનન
હાલમાં જ ભેડિયા ફિલ્મમાં જોવા મળેલી કૃતિ સેનન ભણેલી ગણેલી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. કૃતિ સેનન એન્જિનિયર છે અને તેને નોઈડાના જેપી કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

સારા અલી ખાન
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાને કોલંબિયા યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે તેની એક્ટિંગથી સફળતા સુધી પહોંચી છે.

પરિણીતિ ચોપરા
પરિણીતિ ચોપરાએ પણ સારો અભ્યાસ કરેલો છે. પરિણીતી ચોપરાએ UKની માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ, ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં ડિગ્રીઓ મેળવેલી છે.

રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢા તેની એક્ટિંગ માટે જાણીતી છે. રિચા ચઢ્ઢાએ દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઈતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

તાપસી પન્નુ
અભિનેત્રી તાપસી પન્નુ પણ એન્જિનિયર છે. તેણે ગુરુ તેગ બહાદુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું છે. તે એક્ટિંગના દમ પર આગળ આવી છે.

વિદ્યા બાલન
પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ માટે જાણીતી વિદ્યા બાલન પણ સારૂ ભણેલી છે. વિદ્યા બાલને સમાજશાસ્ત્રમાં સ્નાતક થયા બાદ માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.

નીના ગુપ્તા
પંચાયત ફેમ નીના ગુપ્તા તેના જમાનાની ભણેલી અભિનેત્રીઓમાં સામેલ છે. નીના ગુપ્તા સંસ્કૃતમાં માસ્ટર છે અને તેને તેની એક્ટિંગથી ઝંડા ગાળ્યા છે.

અમીષા પટેલ
ગદર ફેમ અમીષા પટેલ અભ્યાસમાં ટોપર રહી છે. તેને ઈકોનોમિક્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. હવે તે ગદર-2માં જોવા મળવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
