કોણ છે મરીના કુંવર? જેનુ નામ લઈને સોનૂ નિગમે ભૂષણ કુમારને આપી ધમકી
સોનૂ નિગમના નિવેદન બાદ મરીના કુંવર ફરીથી એક વાર સમાચારોમાં છે. આવો તમને જણાવીએ કે કોણ છે મરીના કુંવર?
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ચાલી રહેલ નેપોટિઝમની ચર્ચા વચ્ચે ફરીથી એક વાર મરીના કુંવરનુ નામ સામે આવ્યુ છે. સોનુ નિગમે વીડિયો શેર કરીને ટી સીરિઝના ભૂષણ કુમારની પોલ ખોલવાની ધમકી આપી અને તેમને માફિયા કહીને બોલાવ્યા. સાથે જ સોનૂ નિગમે કહ્યુ કે જો ભૂષણ કુમારે તેમની સાથે પંગો લીધો તે મરીના કુંવરનો વીડિયો યુટ્યુબ ચેનલ પર શેર કરી દેશે. આ સનસની મચાવી દેતા નિવેદન બાદ મરીના કુંવર ફરીથી એક વાર સમાચારોમાં છે. આવો તમને જણાવીએ કે કોણ છે મરીના કુંવર?
એક સમય હતો જ્યારે ખુદ મરીના કુંવરે ભૂષણ કુમાર, નિર્દેશક સાજિદ નડિયાદવાલા પર મીટુ દ્વારા યૌનશોષણના આરોપ લગાવ્યા હતા. એટલુ જ નહિ તેેણે આજતકને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ભૂષણ કુમાર પાસે તે કામ લેવા ગઈ હતી અને એ દરમિયાન તેની સાથે અયોગ્ય હરકત કરવામાં આવી. વળી, મરીના કુંવરે ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ વિશે પણ ખુલાસા કર્યા હતા. તેણે કહ્યુ હતુ કે રામ રહીમે તેને ફિલ્મ અપાવવાના આશ્વાસનમાં ખોટી રીતે સ્પર્શ કર્યો પછી તેને ગૂફામાં લઈ ગયા હતા.

કોણ છે મરીના કુંવર
મરીના કુંવર ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. જેણે નાના પડદાથી લઈને મૉડલિંગ સુધી કામ કર્યુ છે. તે ઘણી ટીવી સીરિયલમાં પણ આવી ચૂકી છે. CID, જિંદગી તુમસે, જગ્ગુદાદા, શપથ અને આહટ જેવી ઘણી સીરિયલમાં મરીનાએ કામ કર્યુ છે. તે જાહેરાતોમાં પણ દેખાઈ ચૂકી છે. વળી, વર્ષ 2017માં સમાચાર આવ્યા કે તે અક્ષય કુમાર સાથે એક ફિલ્મમાં દેખાવાની છે પરંતુ તે પ્રોજેક્ટ અધવચ્ચે જ લટકી ગયો. વળી, પોતાના ફોટોશૂટ માટે પણ ઘણીવાર સનસની મચાવતી રહે છે. વર્ષ 2018માં મીટુ દ્વારા મરીના કુંવરે સાજિદ ખાન અને ભૂષણ કુમાર પર આરોપ લગાવ્યા હતા. આજતકને આપેલા ઈન્ટરવ્યુમાં મરીના કુંવરે કહ્યુ હતુ કે ભૂષણ કુમાર પાસે તે કામ માંગવા ગઈ હતી પરંતુ તેની સાથે ગંદી હરકત કરવામાં આવી.

ગુરમીત રામરહીમ વિશે કર્યો હતો ખુલાસો
વર્ષ 2017માં મરીના કુંવરે જણાવ્યુ હતુ કે રામ રહીમે તેને કામ અપાવવાના બહાને ગળે લગાવી દીધી હતી ત્યારબાદ તે અહસહજ અનુભવવા લાગી હતી. એટલુ જ નહિ મરીનાએ આરોપ લગાવ્યો હતો કે રામ રહીમ તેેને બેડરૂમમાં લઈ ગયો અને ખોટી રીતે અડવા લાગ્યો અને કહ્યુ કે તુ પૈસાની ચિંતા ના કર. તમને જણાવી દઈએ કે રામ રહીમને બે સાધ્વીઓના રેપ કેસમાં સજા થઈ હતી.

મરીના કુંવરની લવ લાઈફ
મીડિયા મુજબ મરીના કુંવર એક્ટર મયૂર વર્માને ડેટ કરી ચૂકી છે. જો કે પછી થોડા સમય બાદ સામે આવ્યુ કે બંનેનુ બ્રેકઅપ થઈ ગયુ છે. તમને જણાવી દઈ કે મયૂર વર્મા શહેનાઝ ગિલના શો મુઝસે શાદી કરોગેમાં જોવા મળી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે સોનૂ નિગમ સતત ઘણા વીડિયો શેર કરી ચૂક્યો છે. તેણે જણાવ્યુ કે બૉલિવુડમાં જ નહિ પરંતુ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં પણ નેપોટિઝમ છે. અહીં માફિયાગિરી અને દાદાગિરી ચાલે છે. બીજા વીડિયોમાં તેણે ભૂષણકુમારને માફિયા ગણાવ્યા અને ધમકી આપી કે મારી સાથે પંગો ના લેતા. આટલુ જ નહિ સોનૂ નિગમે કહ્યુ કે એક સમય હતો જ્યારે ભૂષણ કુાર મારી પાસે મદદ માંગવા આવતા અને અબુ સાલેમથી બચાવવા માટે મારી મદદ માંગતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
