Preview : જોઈ લ્યો કેટલો દમ છે સલમાનની કિકમાં?
મુંબઈ, 24 જુલાઈ : સલમાન ખાનના ફૅન્સ માટે આ શુક્રવાર ખૂબ જ ખાસ છે. આખરે લગભગ એક વરસ બાદ તેમના ભાઈ એટલે કે સલમાન ખાન પોતાની ઈદી લઈને આવી રહ્યાં છે. ફૅન્સ ખૂબ જ ઉત્સાહિત છે સલમાન ખાનની ફિલ્મ કિક અંગે કે જે આ વર્ષે ઈદના પ્રસંગે રિલીઝ થઈ રહી છે. કિક ફિલ્મના ટ્રેલર અને ગીતોએ અત્યાર સુધી અનેક રેકૉર્ડ્સ બનાવ્યાં છે અને હવે ઇંતેજાર છે શુક્રવાર સવારની કે જ્યારે ટિકિટ બારી ખુલશે અને જાણવા મળશે કે કિક બૉક્સ ઑફિસે કેવા રેકૉર્ડ્સ બનાવે છે. કયા-કયા ફિલ્મોના રેકૉર્ડ્સ તોડે છે.
સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝની કિક ફિલ્મ એક તેલુગુ ફિલ્મની રીમેક છે. કિકની વાર્તા કંઇક આ મુજબ છે કે એક ટ્રેન યાત્રા દરમિયાન સાઇકિયાટ્રિક શાયના (જૅકલીન ફર્નાન્ડીઝ) હિમાંશુ (સલમાન ખાન)ને મળે છે કે જે ઇન્ડિયાથી છે. હિમાંશુ અને શાયના પહેલી જ મુલાકાતમાં લગ્ન અંગે પોત-પોતાના વિચારો શૅર કરે છે. દરમિયાન શાયના પોતાના જૂના અફૅર અંગે હિમાંશુને બતાવે છે. વાતો-વાતોમાં જ શાયના અને હિમાંશુ એક-બીજાની જિંદગીને સમજતા થાય છે અને ક્યાંકને ક્યાંક પ્રેમ પણ કરવા લાગે છે. આગળ શું થાય છે? આ જાણવા માટે તમારે ભાઈની કિક જોવા સિનેમા હૉલ જવુ જ રહ્યું.
ચાલો જોઇએ કિક જોવાના છ કારણો :

સલમાનનો ડબલ રોલ
કહે છે કે કિકમાં સલમાન ખાને ડબલ રોલ કર્યો છે, જ્યારે સલમાને તેનું ખંડન કર્યુ છે. તેઓ કહે છે કે એક જ માણસની અગાઉની જિંદગી બતાવાઈ છે કે જે આજના તે માણસ કરતા બેહદ જુદો છે.

જૅક-સલ્લુની કેમેસ્ટ્રી
જૅકલીન ફર્નાન્ડીઝ તથા સલમાન ખાનની કેમેસ્ટ્રી લોકોને બહુ ગમી રહી છે. જૅક-સલ્લુ વચ્ચેના રોમાંટિક સીન્સ પણ દર્શકોને પસંદ પડી રહ્યાં છે. અહીં સુધી કે આ ઑનસ્ક્રીન કેમેસ્ટ્રીના કારણે રીયલ લાઇફમાં પણ તેમની વચ્ચે અફૅરની ચર્ચાઓ શરૂ થઈ છે.

સલમાને જૅકલીનને શીખવાડી હિન્દી
જૅકલીનનું કહેવું છે કે આમ તો સલમાને આ બધુ કરવાની જરૂર નહોતી, પણ સલમાને હિન્દી બોલવા, સમજવામાં ખૂબ મદદ કરી અને કિક પછી તેમની હિન્દી વધુ બહેતર થઈ ગઈ છે.

હૉટ નરગિસ ફખરીનું આયટમ સૉંગ
નરગિસ ફખરી અને સલમાન ખાન વચ્ચે એક હૉટ આયટમ સૉંગ શૂટ કરાયુ છે કે જે બેજોડ છે. નરગિસ-સલમાન બંને આ ગીતમાં હૉટ લાગે છે. આ ગીત ચાર્ટબસ્ટર્સમાં પણ ટોચે છે.

સલમાન ધ સિંગર
કિકની ખાસ વાત એ પણ છે કે સલમાન ખાને ફિલ્મના ગીતો ગાયા છે. જોકે અગાઉ આ ગીત સોનૂ નિગમ ગાવાના હતાં, પરંતુ પછી સલમાન પાસે જ ગીતોનું ડબિંગ કરાવવામાં આવ્યું.

વર્લ્ડ ક્લાસ એક્શન
સલમાને કિકમાં મોટા પાયે એક્શન સિક્વંસ કર્યા છે. ટ્રેન સામે સાયકલ છોડી પગપાળા ચાલવાનું સીન તો બસ કમાલનું જ છે. ઉપરાંત ઉંચી બિલ્ડિંગ ઉપરથી કૂદવાનુ સીન પણ સલમાને પોતે જ કર્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
