કિયારા અડવાણીની લાઈફમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલો નથી, આ પહેલા તે ઘણા સ્ટારને ડેટ કરી ચુકી છે
હવે કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાની દુલ્હન બનવા જઈ રહી છે. બન્ને શેરશાહના શુટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા અને હવે લગ્ન કરવા જઈ રહ્યા છે. બન્ને રાજસ્થાનનમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે.
અભિનેત્રી કિયારા અડવાણી તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરવા જઈ રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી રાજસ્થાનના પેલેસમાં લગ્ન કરશે. કિયારા લગ્ન કરવા જઈ રહી છે ત્યારે તમને જણાવી દઈએ કે તેની લાઈફમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલો નથી. આ પહેલા તે ઘણા સ્ટારને ડેટ કરી ચુકી છે.

મુસ્તફા બર્માવાલા
મુસ્તફા બર્માવાલા અને કિયારા અડવાણી મશીન ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ દરમિયાન બન્નેના અફેરની ખબરો ચર્ચાએ ચડી હતી. ફિલ્મ પ્રમોશન દરમિયાન પણ ઘણી વખત બન્ને સાથે જોવા મળ્યા હતા. જો કે એક વર્ષના ડેટિંગ બાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયુ.

વરૂણ ધવન
કિયારા અડવાણીનું દિલ ક્યારેક વરૂણ ધવન માટે પણ ધડક્યુ હતું. કલંકના શુટિંગ દરમિયાન કિયારા અડવાણી અને વરૂણ ધવનના અફેરના સમાચારો આવ્યા હતા. આ ફિલ્મમાં કિયારા એક સોંગમાં નજર આવી હતી. જો કે બન્નેએ આ વાતને રદિયો આપ્યો હતો.

મોહિત મારવાહ
ફિલ્મ ફુગલી કિયારા સાથે કો સ્ટાર રહેલા મોહિત મારવાહનું નામ પણ કિયારા સાથે જોડાયુ હતું. આ ફિલ્મ દરમિયાન જ બન્નેનું અફેર શરૂ થયુ અને રિપોર્ટનું માનીએ તો બન્ને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. જો કે ત્યારબાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયુ.

સિદ્ધાર્થ મલ્હોત્રા
આ તમામ સ્ટારને ડેટ કર્યા બાદ હવે કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાની દુલ્હન બનવા જઈ રહી છે. બન્ને શેરશાહના શુટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા અને હવે લગ્ન કરવા જઈ રહ્યા છે. બન્ને રાજસ્થાનનમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
