યશની ફિલ્મ KGF-2એ રચ્યો ઈતિહાસ, બીજા દિવસે પણ જોરદાર કમાણી, એક્સપર્ટે કહ્યુ - હવે તો જાગો બૉલિવુડવાલો...
ફિલ્મ આરઆરઆર બાદ હવે સાઉથ ઈંડિયન ફિલ્મ કેજીએફઃ ચેપ્ટર 2 બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે.
મુંબઈઃ ફિલ્મ આરઆરઆર બાદ હવે સાઉથ ઈંડિયન ફિલ્મ કેજીએફઃ ચેપ્ટર 2 બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. કોરોનાના કારણે ઘણી વાર સ્થગિત થયા બાદ કેજીએફઃ ચેપ્ટર 2 છેવટે 14 એપ્રિલે પાંચ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને જબરદસ્ત સમીક્ષા મળી અને પ્રશંસકો એક્શન ડ્રામા જોવા માટે સિનેમાઘરોમાં ઉમટી રહ્યા છે. ફિલ્મે પહેલા દિવસે વર્લ્ડ વાઈડ બૉક્સ ઑફિસ પર 165 કરોડ રૂપિયાની કમાણી કરી. બીજા દિવસે પણ આ સિલસિલો ચાલુ છે અને મોટાભાગના થિયેટરો હાઉસફૂલ જઈ રહ્યા છે.

કેજીએફઃ ચેપ્ટર 2ની બીજા દિવસની કમાણી કેટલી છે?
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા મુજબ ફિલ્મના હિંદી વર્ઝને બીજા દિવસે 44 કરોડ રૂપિયા કમાયા છે. ફિલ્મની ચાલી રહેલી વ્યાવસાયિક સફળતામાં હિંદી ડબ સંસ્કરણનુ સૌથી મોટુ યોગદાન રહ્યુ છે. નવીનતમ વ્યાપાર રિપોર્ટ જણાવે છે કે કેજીએફઃ ચેપ્ટર 2નુ હિંદી ડબ બહુ સારી કમાણી કરી રહ્યુ છે. બૉક્સ ઑફિસ પર 40-45 કરોડનુ નેટ આઉટિંગ બે દિવસના નેટ કલેક્શન 100 કરોડ આસપાસ થઈ ગયુ છે.

રવિવારે વધી શકે છે કેજીએફઃ ચેપ્ટર 2ની કમાણી
બૉક્સ ઑફિસ ઈંડિયાના સર્વે મુજબ પ્રદર્શનમાં સામાન્ય ઘટાડાનુ મુખ્ય કારણ દિલ્લી અને યુપી છે જેમાં મહામારી બાદથી વેચાણમાં ઘટાડો દેખાય છે અને તે કારણે ત્યારથી દરેક મોટી રિલીઝને પ્રભાવિત કરી છે. શુક્રવાર, 15 એપ્રિલ સાથે ગુડ ફ્રાઈડે હોવાના કારણે મોટાભાગના શહેરોમાં રજા હોવાના કારણે અને અન્ય જન કેન્દ્રોમાં ટિકિટોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ વીકેન્ડ અંત એટલે કે શનિવાર અને રવિવારે ફરીથી તાબડતોબ કમાણી કરવાની આશા છે. બૉક્સ ઑફિસ ઈંડિયાનુ સૂચન છે કે કેજીએફઃ ચેપ્ટર 2(હિંદી)માં 175 કરોડ(લગભગ) રવિવાર(17 એપ્રિલ) સુધી થઈ શકે છે.

બૉલિવુડથી પણ વધુ હિટ થઈ રહી છે સાઉથની ફિલ્મો
સાઉથ ઈંડિયન ફિલ્મ કોઈ પણ લેટેસ્ટ બૉલિવુડ ફિલ્મની સરખામણીમાં સિનેમાઘરોમાં વધુ દર્શકોને પોતાની તરફ ખેંચી રહી છે. બૉલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન પણ સમજી નથી શકતા કે હિંદી ફિલ્મો દક્ષિણમાં દર્શકોને એટલી આકર્ષિક કેમ નથી કરતી જેટલી દક્ષિણની ફિલ્મો ઉત્તરમાં કરે છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ પાસે આનો જવાબ છે. તેમનુ માનવુ છે કે સ્થાનિક સિનેમાની સફળતાનો શ્રેય મઝાના મનોરંજનને જાય છે જે એ લોકો આપે છે. બૉક્સ ઑફિસ પર દક્ષિણની ફિલ્મોના દબદબા પર ટિપ્પણી કરીને તેમણે કહ્યુ કે, 'આ ફિલ્મો સંપૂર્ણ મનોરંજન આપે છે અને સાથે જ તે લિફાફાને પણ આગળ વધારી રહી છે.'

કેજીએફ 2ના એક્ટર યશે જણાવ્યુ કેમ હિટ થઈ રહી છે સાઉથની ફિલ્મો
કેજીએફ-2ના અભિનેતા યશનુ માનવુ છે કે આ બદલાવ રાતોરાત નથી થયો. દક્ષિણના ફિલ્મ નિર્માતાઓની કહાની કહેવાની શૈલીથી ખુદને પરિચિત કરાવવામાં હિંદી ઑડિયન્સે સમય લીધો છે. બૉલિવુડ લાઈફ સાથે એક ઈન્ટરવ્યુમાં યશે કહ્યુ, 'આજે જે કામ કરી રહ્યુ છે તે અમારી કહાની કહેવાની રીત, અમારા સિનેમાથી પરિચિત થઈ ગયુ છે, માટે આ રાતોરાત નથી થયુ, અમુક વર્ષો સુધી આવુ જ રહ્યુ અને છેવટે તેમણે કન્ટેન્ટ, દિશાની અભિવ્યક્તિ અને બધુ સમજવાનુ શરુ કરી દીધુ. અને પછી અમને બાહુબલી, એસએસ રાજામૌલી સર, પ્રભાસ સાથે એક સીધો તત્કાલ સંપર્ક મળ્યો.'

'હવે સમય આવી ગયો છે કે બૉલિવુડના લોકો જાગે...'
તરણ આદર્શે કહ્યુ, 'બાંદ્રાથી વરસોવાની ભીડથી પરે હિંદી ફિલ્મોમાં કોઈ રસ હવે નથી. બાકીના ભારત વિશે શું? એ લોકોનુ શું થાય જે મઝાના મનોરંજન માટે તરસ્યા છે? હવે સમય આવી ગયો છે કે બૉલિવુડના લોકો જાગે.'

કેજીએફ-2 વિશે જાણો
નિર્દેશક પ્રશાંત નીલની કેજીએફઃ ચેપ્ટર 2 યશના રૉકીની કહાનીની સિક્વલ છે, ફિલ્મ કોલાર ગોલ્ડ ફીલ્ડ્ઝ પર આધારિત છે. કેજીએફના પોસ્ટ ક્રેડિટ સીન અનુસાર કેજીએફ-2, ત્રીજા ભાગનુ કામ ચાલી રહ્યુ છે. યશ, સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી અને રવીના ટંડન ફિલ્મમાં લીડ રોલમાં છે. વળી, પ્રકાશ રાજ, માલવિકા અવિનાશ, જૉન કોકેન અને સરન સહાયક ભૂમિકાઓમાં જોવા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
