KBC 7 Exclusive- હવે પ્રશ્ન હશે 7 કરોડનો!
સોની ટીવીનો સૌથી વધુ ટીઆરપીવાળો શો કૌન બનેગા કરોડપતિ આ વર્ષે એક નવા અવતારમાં જોવા મળશે. કેબીસી 7માં સૌથી મોટો ફેરફાર તો એ છે કે શોના દરેક પ્રશ્નોમાં એક પ્રશ્ન વધી જશે અને તેની રકમ છે પુરા સાત કરોડ રૂપિયા. એટલે કે આ વર્ષે કેબીસી 7 વિજેતાની રકમ 7 કરોડ હશે આને સાથે જ કેટલીક લાઇફલાઇન વધી જશે.
અમિતાભ બચ્ચની તબિયત ખરાબ હોવાના કારણે અમિતાભ બચ્ચને માંગણી કરી હતી કે આ સિઝનમાં તે ફક્ત ત્રણ મહિના જ શોનું શુટીંગ કરશે. નહી તો દર સિઝનમાં 6 મહિના સુધી શુટીંગ થાય છે. પરંતુ અમિતાભ હવે વધુ તણાવમાં કામ કરવા માંગતા નથી કારણ કે તેમને પોતાની તબિયત પર પણ ધ્યાન આપવું છે.
આ ઉપરાંત દર વર્ષે કૌન બનેગા કરોડપતિનું શુટીંગ જો કે ફિલ્મિસ્તાનમાં થાય છે આ વર્ષે તેનું શુટીંગ ફિલ્મિસ્તાનમાં નહી પરંતુ યશરાજ સ્ટુડિયોમાં જ થ્શે તે પણ અમિતાભના કહેવા પર.
હકિકતમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેમને ફિલ્મિસ્તાન આવવા જવામાં વધુ સમય લાગે છે અને તે સ્થળ તેમના ઘરથી દૂર છે. માટે આ વખતે તે ઇચ્છે છે કે તેમના ઘરની આસપાસ શુટીંગ થાય જેથી તેમને આવવા જવામાં સમસ્યા ન થાય. માટે સોની ટીવીએ કૌન બનેગા કરોડપતિ સિઝન 7નું શુટીંગ યશરાજ બેનર હેઠળ કરવાનો નિર્ણય કર્યો. 26 ઓગષ્ટથી કૌન બનેગા કરોડપતિનું શુટીંગ યશરાજ સ્ટુડિયોમાં શરૂ થઇ ગયું છે.

આ ઉપરાંત કેબીસીના સ્પર્ધકોમાં એવા લોકોને પસંદ કરવામાં આવ્યાં છે જેમની જીંદગીમાં કંઇક પ્રેરણાદાયક છે. જેમની જીંદગી બીજાને પ્રેરણા આપી શકે. ગત વખતે તે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેમની જીંદગીમાં કંઇક ને કંઇક મુશ્કેલીઓ હોય આ વખતે ઓવર ઇમોશનલને લઇને કેબીસી એક પ્રેરણાદાયક હશે. આ ઉપરાંત કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલાક નવા પડકારો ઉમેરવામાં આવ્યા છે. શું શું પરિવર્તન છે તે જાણવા માટે થોડો વધુ સમય રાહ જુઓ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
