કેબીસી 8ના પ્રથમ કરોડપતિ ભાઇઓના જ્ઞાન સામે બિગ બી ‘નત-મસ્તક’!
મુંબઈ, 22 સપ્ટેમ્બર : અચિન નરૂલા અને સાર્થક નરૂલા, આ બે ભાઇઓ કૌન બનેગા કરોડપતિ 8 એટલે કે કેબીસી 8ના પ્રથમ મહાકરોડપતિ બન્યા છે. અમિતાભ બચ્ચને તેમની જીતને અનુકરણીય ગણાવી તેમના ભરપૂર વખાણ કર્યાં.
દિલ્હીના આ બંને ભાઇઓએ કેબીસી 8માં તમામ 14 પ્રશ્નોના સાચા જવાબ આપ્યાં અને 7 કરોડ રુપિયા જીતી ગયાં. અમિતાભ બચ્ચને આ એપિસોડ શૂટ કર્યા બાદ પોતાના બ્લૉગ પર લખ્યું - નરૂલા ભાઇઓની રમત ગઝબની હતી. તેઓ કદાચ આ સાત કરોડ કોઈ પણ લાઇફલાઇન વગર પણ જીતી શક્યા હોત. દરેક સવાલના જવાબ પહેલા જે તેમની દલીલો હોતી હતી, તેનાથી હું ખૂબ પ્રભાવિત થયો.
ચાલો તસવીરો સાથે જાણીએ અચિન નરૂલા અને સાર્થક નરૂલા વિશે :

ઝૂમી ઉઠ્યાં અચિન-સાર્થક
કેબીસી 8માં તમામ 14 પ્રશ્નોના જવાબ આપી સાત કરોડ જીત્યા બાદ અચિન અને સાર્થક નરૂલા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતાં.

દસ વર્ષથી પ્રયત્ન
દિલ્હીના અચિન નરૂલા છેલ્લા 10 વરસથી કેબીસીમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં.

માતાની સારવાર
અચિન-સાર્થક કેબીસીમાંથી જીતેલી રકમ વડે પોતાની માતાના કૅંસરની સારવાર કરાવવા માંગે છે.

માર્કેટિંગ કરે છે અચિન
અચિન એક કમ્પનીમાં માર્કેટિંગ કરે છે અને તેમના જોડીદાર ભાઈ સાર્થક હાલમાં અભ્યાસ કરે છે.

મકાન ફરી ખરીદશે
બંને ભાઇઓ પોતાનુ વેચાઈ ચુકેલુ મકાન પુનઃ ખરીદશે. આ મકાન તેમણે પિતાના વ્યવસાયમાં થયેલ નુકસાનના કારણે વેચવુ પડ્યુ હતું.

બસુ-બચ્ચનને ચોંકાવ્યાં
નરૂલા બંધુઓએ પોતાની રમત વડે શોના નિર્માતા સિદ્ધાર્થ બસુ અને હૉટ સીટ પર બેઠેલા અમિતાભ બચ્ચનને ચોંકાવી દીધા હતાં.

ખૂબ અભ્યાસ કર્યો
અચિન નરૂલા કેબીસીના તમામ શો જોતા આવ્યા છે. આ શોમાં આવતા અગાઉ તેમણે ખૂબ તૈયારી કરી હતી અને સામાન્ય જ્ઞાનના અનેક પુસ્તકો વાંચ્યા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
