કંગના પર ભારે પડ્યા બાબા રામ રહીમ, જાણો બોક્સ ઓફિસ રિપોર્ટ
બોક્સ ઓફિસ રિપોર્ટનું માનીએ તો એક નાના બજેટની રિઝનલ કહી શકાય તેવી ફિલ્મ MSG-2 બોલીવૂડની મોસ્ટ ટેલેન્ડેટ એક્ટ્રેસ કંગનાની ફિલ્મ કટ્ટી બટ્ટીને આપી રહી છે માત. બોલીવૂડની બિગ બજેટવાળી ફિલ્મ કટ્ટી બટ્ટીને બોક્સ ઓફિસ પર પછાડવાની ફિરાકમાં છે વિવાદિત ગુરુ ગુરમિત રામ રહિમ સિંહજીની ફિલ્મ MSG-2.
નોંધનીય છે કે બાબા રામ રહિમની ફિલ્મ MSG-2 ભારતભરના ખાલી 1800 સ્ક્રીન પર જ રિલિઝ થઇ હતી. અને તેમાં પણ રાજસ્થાન અને પંજાબના અનેક થિયેટરોમાં આ ફિલ્મ સિંગલ સ્ક્રીન પર રિલિઝ કરવામાં આવી હતી. સાથે જ આ ફિલ્મ પર ઝારખંડમાં બેન પણ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ કંગનાની ફિલ્મ કટ્ટી બટ્ટી ભારતભરના 2600 સ્ક્રીન પર એક સાથે રિલિઝ કરવામાં આવી હતી. ત્યારે કંગના પર બાબા રામ રહીમની ફિલ્મ MSG-2 કેવી રીતે ભારે પડી તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

બોક્સ ઓફિસ કલેક્શન
શુક્રવારે બોલીવૂડની બે ફિલ્મો કટ્ટી બટ્ટી અને MSG-2 રિલિઝ થઇ. એક ફિલ્મમાં હતી ટેલેન્ટેડ અભિનેત્રી કંગના રાણવત જેણે પોતાના દમ પર ક્વીન અને તનુ મનુ રિટર્ન જેવી ફિલ્મોને હીટ બનાવી હતી.

MSG-2
તો બીજી તરફ હતી વિવાદિત ગુરુ ગુરમિત રામ રહિમ સિંહજીની ફિલ્મ MSG-2. નોંધનીય છે કે આ પહેલા આવેલી MSG ફિલ્મને પંજાબમાં બેન કરવામાં આવી હતી.

MSG-2
અને MSG-2 પણ ઝારખંડમાં બેન કરવામાં આવી છે કારણ કે આ ફિલ્મમાં બાબા રામ રહીમે આદિવાસીઓને શેતાન કહ્યા છે. એટલે કે બાબાની જેમ તેમની ફિલ્મને પણ વિવાદોનો સામનો કરવો પડ્યો છે.

બોક્સ ઓફિસ રિપોર્ટ
જો કે ભારતના 2600 સ્ક્રીન પર શુક્રવારે રિલિઝ થનાર ફિલ્મ કટ્ટી બટ્ટી, શુક્રવારે 5.28 કરોડ અને શનિવારે 5.48 કરોડ એટલે કે ટોટલ 10.76 કરોડની જ કમાણી કરી શકી છે.

કટ્ટી બટ્ટી
એટલું જ નહીં જાણકારોનું માનીએ તો આવનારા સમયમાં ફિલ્મ કટ્ટી બટ્ટી બોક્સ ઓફિસ પર કંઇ ખાસ જલવો નથી બતાવવાની.

MSG-2
તો બીજી તરફ ભારતની 1800 સ્ક્રીન પર રિલિઝ થનાર ફિલ્મ MSG-2 શુક્રવારે 6 કરોડ અને શનિવારે 8 કરોડ એટલે કે કુલ 15 કરોડની કમાણી બોક્સ ઓફિસ પર કરી ચૂકી છે.

MSG-2
વળી MSG-2 એક સ્મોલ બજેટ ફિલ્મ છે તો સામે પક્ષે કટ્ટી બટ્ટી એક બિગ બજેટ ફિલ્મ છે. તેમ છતાં એક સ્મોલ બજેટની ફિલ્મ તેના જેવો જ વકરો બોક્સ ઓફિસ પર કરી રહી છે.

MSG-2
એટલું જ નહીં જાણકારોનું કહેવું છે કે આવનારા એક અઠવાડિયા સુધી અન્ય કોઇ ફિલ્મ રિલિઝ નથી થવાની જેનો સીધો ફાયદો MSG-2ને થઇ શકે છે.

MSG-2 vs કટ્ટી બટ્ટી
એક સ્મોલ બજેટ ફિલ્મ હોવા છતાં કટ્ટી બટ્ટી જેવી બિગ બજેટ ફિલ્મને MSG-2 સારી એવી ટક્કર આપી રહી છે તે વાત હકીકત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
