Katti Batti: કંગના અને ઇમરાનની ટ્રેઝિક લવસ્ટોરી
પાછલા અઠવાડિયે નિખિલ અડવાણીની ફિલ્મ હીરોને બોક્સ ઓફિસ પર દર્શકોએ નકારી કાઢી હતી. જો કે બજેટની તુલનામાં ફિલ્મે એવરેજ કમાણી કરી છે. પરંતુ ફિલ્મને દર્શકોનો એટલો પ્રેમ ન મળ્યો જેટલી આશા સલમાન ખાને રાખી હતી.
અને હવે આજે પણ નિખિલ અડવાણીની ફિલ્મ કટ્ટી બટ્ટી રીલીઝ થવા જઈ રહી છે. જેમાં કંગના રાણાવત અને ઇમરાનખાન ભૂમિકામાં છે. દર્શકોને ફિલ્મમાં કંગના રાણાવત હોવાથી ઘણી આશાઓ છે.
કટ્ટીબટ્ટીનું ટ્રેલર જોઈને તો અવું લાગતુ હતુ કે આ ફિલ્મ મસ્ત અને બિંદાસ હશે. પરંતુ ટ્રેલર પર જવાની કોઈ જરૂર નથી કારણ કે કટ્ટીબટ્ટી એક ઇમોશનલ અને દુખભરી લવસ્ટોરી છે.

સ્ટોરી
ફિલ્મમાં પાયલ એટલે કે કંગના રાણાવત બહુ જ બિંદાસ છોકરી છે. જેને માધવ એટલે કે ઇમરાન ખાન પ્રેમ કરવા લાગે છે. કંગના રાણાવત પહેલા તો ટાઇમપાસ કરે છે, પાછળથી તેને પણ માધવ સાથે પ્રેમ થઇ જાય છે. ત્યારબાદ તે અચાનક માધવને છોડીને ચાલી જાય છે. પાયલ માધવને છોડીને કેમ ચાલી જાય છે, અને તેની પાછળ આખરે શું કારણ છે, એ જાણવા માટે તો તમારે ફિલ્મ જોવી પડશે.

ઘણી ફિલ્મોની કોપી
કટ્ટી બટ્ટી ફિલ્મ જોઈને ઘણી હોલિવુડ ફિલ્મોની યાદ આવી જાય છે. વૉક ટુ રીમેમ્બર અને સ્વીટ નવેમ્બરની લગભગ કોપી જ છે. સાથે જ 60ના દશકા જેવી ટ્રેજેડી દેખાડીને દર્શકોને રડાવી દેવામાં આવતા હતા તેવી જ આ ફિલ્મની પણ ટ્રીટમેન્ટ છે.

એક્ટીંગ-કંગના રાણાવત
કટ્ટી બટ્ટી ફિલ્મમાં કંગના રાણાવત પાસે ઘણી આશાઓ હતી. જો કે ફિલ્મમાં કંગના રાણાવતનો રીલ ટાઇમ ઘણો ઓછો છે. પહેલા ભાગમાં તો કંગના ઘણાં ઓછા સીન્સમાં જોવા મળી છે. તો બીજા ભાગમાં પણ એવું ખાસ કઇ ન હતુ કે જેનાથી ફિલ્મને કંગનાની ફિલ્મ કહી શકાય.

ઇમરાન ખાન
ઇમરાન ખાન ફરી એક વખત પોતાના એવા જ બિચારા, અને ડમ્બ લુકમાં છે. જે માત્ર રડી શકે છે. અથવા તો પોતાની ક્યુટનેસથી છોકરીઓને રડાવી શકે છે.

વિવિયાન
વિલેનના રૂપમાં વિવિયાને ઘણું સરાહનીય કામ કર્યું છે. જો કે તેમનો રોલ ટિપીકલ નેગેટીવ પણ નથી. પરંતુ ફિલ્મમાં તેમનો નેગેટીવ લુક સારો લાગી રહ્યો છે. કહી શકાય કે બોલીવુડને એક સારો વિલન મળ્યો છે.

સંગીત
કટ્ટીબટ્ટીના ગીતો કઇ ખાસ નથી.

નિર્દેશન
નિર્દેશનના મામલે નિખિલ અડવાણીએ પૂરી કોશિષ કરી છે. પરંતુ ફિલ્મી પડદે તેઓ ફિલ્મની સ્ટોરીને ન સારી રીતે રજૂ કરી શક્યા ના સારી રીતે અભિનય કરાવી શક્યા. સાથે જ એડીટીંગમાં મોટા બ્લડર પણ જોવા મળ્યાં. કેટલાક સીન્સ પાછળનું લોજીક પણ સમજી નથી શકાતું.

જોવી કે નહીં
કટ્ટી બટ્ટી ફરી એક વખત જોઈ શકાય છે, કે કારણ કે ફિલ્મમાં એવુ ટ્વીસ્ટ છેકે જે અંત સુધી દર્શકોને ફિલ્મ સાથે બાંધીને રાખી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
