‘કરીના-કથા’ ઉપર કૅટની બ્રેક, રણબીર સાથે લગ્ન નહીં!
મુંબઈ, 11 ડિસેમ્બર : બૉલીવુડમાં વાતનુ વતેસર બનવામાં વાર નથી લાગતી. કોઈ પણ સેલિબ્રિટીના મોઢામાંથી એક વાત નિકળી નથી કે તે અંગે હજારો નવી વાતો ઉપજી જાય છે અને પછી શરૂ થાય છે ગેરસજમણો. હાલ તો અમે વાત કરી રહ્યાં છીએ કરીના કપૂર અને કૅટરીના કૈફ વિશે. તાજેતરમાં જ કરીનાએ કૉફી વિથ કરણ શો દરમિયાન કૅટને પોતાના ભાભી કહી સંબોધ્યા હતાં અને એમ પણ કહ્યુ હતું કે તેઓ રણબીરના લગ્નના દિવસે કૅટના હિટ ડાન્સ નમ્બર્સ પર ડાન્સ પરફૉર્મંસ આપશે.
હવે કૅટરીના કૈફ સામે આવ્યા છે. તેમણે ધૂમ 3 ફિલ્મની એક ઈવેંટ દરમિયાન નવા ખુલાસા કર્યાં. તેમને પૂછવામાં આવ્યું કે કરીના આવુ કેમ બોલ્યાં અને શું સાચે જ તેઓ રણબીર કપૂર સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે, તો જવાબમાં કૅટે સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ રણબીર કપૂર સાથે લગ્ન કરવા નથી જઈ રહ્યાં કે નથી કોઇક બીજા સાથે. હાલ તેમનો લગ્ન કે સગપણ કરવાનો કોઈ ઇરાદો નથી.
આવો તસવીરો સાથે જોઇએ કે કૅટે વધુમાં શું કહ્યું :

ભાઈ-બહેનની મસ્તી
કરીના કપૂરે ભાભી તરીકે સંબોધવા અંગેના પ્રશ્નના જવાબમાં કૅટરીનાનો જવાબ હતો - કરીના અને રણબીર બંને ભાઈ-બહેન છે અને એક-બીજાની ટાંગ ખેંચતા હશે.

મોટી વાત નથી
કૅટે જણાવ્યું - આ બાબતને આટલી મોટી ગણવાની કોઈ જરૂર નથી. આ માત્ર મજાકમાં કહેવાયેલી વાત હતી, નહીં કે સીરિયસલી.

ખબર નથી ક્યારે લગ્ન થશે
કૅટે જણાવ્યું - એ વાત નક્કી છે કે હું હાલ કોઈની સાથે લગ્ન કે સગપણ નથી કરી રહી. હું કોઈની સાથે લગ્ન નથી કરી રહી. મને નથી ખબર કે મારા લગ્ન 10 વર્ષે થશે કે પછી વીસ વર્ષે.

રણબીરના લગ્નમાં નાચીશ
કૅટરીનાને પૂછવામાં આવ્યું કે શું તેઓ રણબીરના લગ્નમાં ડાન્સ કરશે, તો કૅટે જણાવ્યું - જરૂર. હું રણબીરના લગ્નમાં ડાન્સ કરીશ અને તે પણ રણબીરની ફિલ્મ બેશરમના હિટ ગીત ઉપર.

ધૂમ 3માં વ્યસ્ત
કૅટરીના કૈફ હાલ પોતાની આવનાર ફિલ્મ ધૂમ 3ના પ્રમોશનમાં વ્યસ્ત છે કે જે આ જ મહીને રિલીઝ થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
