ફરી નજીક આવશે સલમાન-કૅટરીના!
મુંબઈ, 6 જુલાઈ : સલમાન ખાન અને કૅટરીના કૈફ વચ્ચેના સંબંધો અંગે જેટલી વાતો કરીએ, એટલી જ ઓછી છે, કારણ કે તેઓ ક્યારેય નજીક આવી જાય છે ને ક્યારે દૂર જતાં રહે છે, ખબર જ નથી પડતી.

આજકાલ બંને વચ્ચે અંતર જળવાયેલું છે, પણ ટુંકમાં જ બંને નજીક પણ આવી જશે. બસ સૂરજ બરજાત્યાની હાની વાર છે. હા જી, કારણ કે રાજશ્રી પ્રોડક્શનની આવનાર નવી ફિલ્મમાં સલમાનના નાયિકા તરીકે કૅટરીના કૈફનું નામ જોરથી ચગી રહ્યું છે. મૈંને પ્યાર કિયા, હમ સાથ સાથ હૈં અને હમ આપકે હૈં કૌન જેવી ફિલ્મો બનાવી ચુકેલા રાજશ્રી પ્રોડક્શનના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે સૂરજ બરજાત્યા પોતાની ફિલ્મનું શૂટિંગ વિદેશમાં કરવા માંગે છે. તેથી સારી લોકેશનની શોધમાં વિદેશમાં ફરી રહ્યાં છે. સ્વદેશ પરત ફર્યા બાદ જ સૂરજ કોઈ અભિનેત્રીનું નામ ફાઇનલ કરશે.
સલમાન સાથેની આ ફિલ્મ માટે સૌપ્રથમ અનુષ્કા શર્માનું નામ ચર્ચામાં આવ્યુ હતું. તે પછી ઇલિયાના અને પરિણીતી ચોપરા પણ ચર્ચામાં છે. હવે કદાચ કૅટરીના કૈફ પણ આ યાદીમાં શામેલ થઈ ગયાં છે. હવે જો કૅટનું નામ ફાઇનલ થાય, તો સ્વાભાવિક છે કે સલમાન-કૅટ પુનઃ નજીક આવી શકે છે. ખાસ વાત એ પણ છે કે સલમાન ખાન અત્યાર સુધીની રાજશ્રી ત્રણેય ફિલ્મોમાં નાના ભાઈની ભૂમિકામાં હતાં, પરંતુ આ વખતે તેઓ મોટા ભાઈનો રોલ કરશે. ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબરમાં શર થશે અને નાના ભાઈનો રોલ અર્જુન કપૂર ભજવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
