બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ બીચ બ્રાઇડઃ કેટરીના કૈફ
કેટરીના કૈફના માલદિવ્સના લેટેસ્ટ ફોટો શૂટના કેટલાક ફોટા ડિઝાઇનર મનિષ મલ્હોત્રાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. કેટરીનાના લેટેસ્ટ ફોટા પર તમે પણ એક નજર નાંખો..
વર્ષ 2016 કેટરીના કૈફ માટે ખાસ સારું રહ્યું નથી. આ વર્ષે આવેલી તેની બંન્ને ફિલ્મો 'ફિતૂર' અને 'બાર બાર દેખો' બોક્સઓફિસ પર પિટાઇ ગઇ, એટલું જ નહીં લોકોએ કેટરીનાની એક્ટિંગને પણ વખોડી કાઢી. આ ઓછું હોય એમ આ જ વર્ષે તેના રણબીર કપૂર સાથેના બ્રેકઅપના સમાચાર આવ્યા. કેટરીના-રણબીર બોલિવૂડના હોટ કપલ્સમાંના એક હતા અને તેમના બ્રેકઅપના સમાચારથી ઘણાને આંચકો લાગ્યો હતો.
કેટરીના પોતે પણ આ બ્રેક-અપ બાદ ખૂબ અપસેટ હોવાના સમાચાર આવ્યા હતા. ટૂંકમાં, 2016નું વર્ષ કેટરીના અને તેના ફેન્સ માટે નિરાશાજનક રહ્યું, પરંતુ લાગે છે કે હવે ફાઇનલી કેટરીનાએ જૂની વાતો ખંખેરી 2017માં તેની ધમાકેદાર એન્ટ્રીનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. વિશ્વાસ ન થતો હાયતો જુઓ આ તસવીરો..

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ બીચ બ્રાઇડ
કેટરીના હાલ માલદિવ્સમાં છે અને અહીં તે હારપર્સ બાઝાર્સ બ્રાઇડ માટે ફોટ શૂટ કરી રહી છે. કેટરીનાએ આ ફોટો શૂટના ઘણા બિહાઇન્ડ ધ સિન ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા હતા, પરંતુ હવે મનિષ મલ્હોત્રાએ જ ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે તે ખરેખર અત્યંત સુંદર છે. આ તસવીરોએ હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

હાર્ટબ્રોકન કેટરીના
રણબીરે એક ચેટ શો દરમિયાન કહ્યું હતું કે, તેના હાલના બ્રેકઅપ બાદ તે બિલકુલ દુઃખી કે હાર્ટબ્રોકન ફીલ કરતો નથી. પરંતુ કેટરીનાના આ ફોટોઝ જોયા બાદ રણબીરને બ્રેકઅપનું દુઃખ થાય એવું બને. આ બંન્નેના બ્રેકઅપ બાદ કેટરીના ખૂબ દુઃખી હોવાના અને તેના ભારત છોડી જવાના સમાચારો પણ વહેતા થયા હતા. નોંધનીય છે કે કેટરીના બ્રિટિશ સિટિઝન છે અને ભારતમાં વર્ક વિઝા પર રહે છે. જો કે, અહીં કેટરીના હાર્ટબ્રોકન કે દુઃખી નહીં, અત્યંત હોટ લાગી રહી છે.

કિલ કેટરીના?
જે કેટરીના થોડા સમય પહેલાં બોલિવૂડમાં સૌની ફેવરિટ હતી, તે ધીરે-ધીરે સૌના ગુડ લિસ્ટમાંથી નીકળવા માંડી હતી. કૉફી વિથ કરણના રેપિડ ફાયરમાં ગેસ્ટને એક પ્રશ્ન પૂછવામાં આવે છે; 'કિલ, મેરી, હૂક અપ' અને સાથે ત્રણ હિરોઇનના નામ આપવામાં આવે છે. ત્રણેય ઓપ્શન માટે એમાંથી એક હિરોઇનનું નામ આપવાનું રહે છે. આ સેગમેન્ટમાં ઘણા હીરોએ 'કિલ'માં કેટરીનાનું નામ આપ્યું હતું. અરે, રણવીર સિંહ અને રણબીરે તો આ શોમાં કેટરીનાની મજાક પણ ઉડાવી હતી. એ તમામ હીરોને કેટરીના અહીં પોતાના કિલિંગ ફોટોઝ દ્વારા જવાબ આપી રહી છે.

ફ્લોપ ફિલ્મો
આ વર્ષની 2 ફિલ્મો ઉપરાંત ગયા વર્ષના એન્ડમાં આવેલી ફેન્ટમ પણ ફ્લોપ રહી હતી, જેને કારણે કેટરીનાના બોલિવૂડ કરિયર પર પ્રશ્વાર્થ ચિહ્ન લાગી ગયું હતું. પોતાના ડામાડોળ કરિયરના સંભાળવા માટે કેટરીના અવારનવાર સલમાન ખાન અને કરણ જોહરના ઘરની મુલાકાત લેતી પણ જોવા મળી હતી. જો કે, આ ફોટો શૂટ દ્વારા કેટરીનાએ ચોક્કસ જ અનેક ડિરેક્ટર્સનું ધ્યાન કેટરીના તરફ જશે અને સાથે જ તેની 2017માં આવનાર ફિલ્મોને એક કિક સ્ટાર્ટ પણ મળી રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
