કેટરીના કૈફ સામાન્ય ગૃહિણીની જેમ રાખે છે ઘર ખર્ચનો હિસાબ, વિકી કૌશલે કર્યા રસપ્રદ ખુલાસા
Vicky Kausal And Katrina Kaif: બૉલિવુડના સુંદર પરિણીત યુગલોમાંના એક કેટરીના કૈફ અને વિકી કૌશલે ડિસેમ્બર 2021માં રાજસ્થાનના સવાઈ માધોપુરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેની ડેટ ખૂબ જ ગુપ્ત હતી.
જો કે લગ્ન બાદ વિકી કૌશલ પોતાની સુંદર અભિનેત્રી પત્ની વિશે ખુલીને વાત કરે છે. હાલમાં ફરી એકવાર વિકી કૌશલે કેટરીના કેવી રીતે ઘરને મેનેજ કરે છે તે વિશે ખૂબ જ મજાની વાત શેર કરી છે. વિકી કૌશલે ખુલાસો કર્યો કે કેવી રીતે તેની પત્ની કેટરીના દર અઠવાડિયે ઘરે વીકલી બજેટ મીટિંગ કરે છે.

વિકીએ જણાવ્યું કે કેટરીના કૈફ ઘરના બજેટ પર ચર્ચા કરવા માટે તેના સ્ટાફ મેમ્બર્સ સાથે વીકલી મીટિંગ કરે છે. વિકીએ કહ્યુ કે કેટરીના પૈસા કેવી રીતે ખર્ચવામાં આવે છે તેનુ ખૂબ ધ્યાન રાખે છે.
વિકી કૌશલે જણાવ્યુ કે, 'સૌથી મજાનો અનુભવ એ છે કે જ્યારે કેટરીના દર અઠવાડિયે અથવા દર બીજા અઠવાડિયે ઘરે મીટિંગ કરે છે. તે સમગ્ર સ્ટાફને સાથે બોલાવે છે અને ઘરના બજેટની ચર્ચા કરે છે. તે પૈસા કેવી રીતે ખર્ચવામાં આવે છે, તેનુ ધ્યાન રાખે છે. પણ જ્યારે એ ચર્ચા થાય છે ત્યારે મને બહુ મઝા આવે છે. હું દર્શક હોઉ છુ અને પૉપ કોર્ન લઈને બેસુ છુ. આ સાથે વિકીએ કેટરીનાની આ સ્ટાઇલને પણ શાનદાર ગણાવી હતી.
વિકી કૌશલ હાલમાં તેની તાજેતરની રીલિઝ 'જરા હટ કે, જરા બચ કે'માં કંજૂસ પતિની ભૂમિકામાં જોવા મળે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે પણ કંજૂસ છે, તો તેણે સંમતિ આપી અને કહ્યું કે કેટરrનાએ તેને ઘર માટે બાર ખરીદવા કહ્યું હતુ પરંતુ કિંમત સાંભળીને હું દંગ રહી ગયો અને મે બાર લેવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે તેના બદલે હું અહીં ટ્રે લઈને ઉભો રહી જઉ છુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
