#Cute: 3 દિવસના તૈમૂરની ત્રીજી તસવીર વાયરલ
કરીના કપૂર અને સૈફ અલી ખાનના દિકરા તૈમૂર અલી ખાનની ત્રીજી તસવીર વાયરલ થઇ છે. જેમાં તૈમૂર તેના માતા-પિતા સાથે નજરે પડે છે.
તૈમૂર અલી ખાન પટૌડી.. પટૌડી પરિવારના આ નાનકડા નવાબનું સ્વાગત કોઇ અદ્દલ નવાબની માફક જ ધૂમધામથી થઇ રહ્યું છે. તૈમૂરને આ દુનિયામાં આવ્યાને ત્રણ જ દિવસ થયા છે અને આ તેની ત્રીજી તસવીર છે, જે વાયરલ થઇ છે. આ તસવીરમાં મમ્મી-પપ્પા કરીના કપૂર અને સૈફ અલી ખાન તૈમૂર સાથે જોવા મળી રહ્યાં છે. કરીના, સૈફ અને તૈમૂર ત્રણેયની સાથે હોય એવી આ પહેલી તસવીર છે.
અહીં વાંચો - MovieReview: આમિર અને તેની છોરીઓની પ્રેરણાત્મક સ્ટોરી, દંગલ

કરીના કપૂરે 20 ડિસેમ્બરની સવારે દિકરાને જન્મ આપ્યો, જેની જાણકારી સૈફે જાતે માડિયાને આપી અને એ સાથે જ બોલિવૂડના તમામ સિતારાઓએ સૈફ અને કરીનાને અનેક શુભકામનાઓથી વધાવી લીધા. કપૂર અને પટૌડી પરિવાર પોતાની આ સુખની પળોને શાંતિથી માણી શકે એ પહેલા તો નાનકડો તૈમૂર ટ્વીટર પર ટ્રેન્ડ કરતો હતો તથા તૈમૂર અને કરીનાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી હતી.
બીજા દિવસે, એટલે કે ગઇ કાલે મમ્મી કરીના અને દિકરા તૈમૂરની અન્ય એક તસવીર વાયરલ થઇ હતી. તસવીર સાચી છે કે ખોટી એ વાત સાબિત થાય એ પહેલાં તો આજે આ ત્રીજી તસવીર આવી ગઇ છે. હજુ પણ ઘણા લોકો સોશિયલ મીડિયા પર સૈફ અને કરીનાને કોન્ગ્રેચ્યૂલેટ કરી રહ્યાં છે, તો વળી ઘણા લોકો 'તૈમૂર' નામનો વિરોધ કરી રહ્યાં છે. પરંતુ આ તમામ વિવાદોથી દૂર સૈફ અને કરીના પોતાના નાનકડા દિકરાના સ્વાગતમાં વ્યસ્ત છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
