હીરોઇન સાથે સંકળાયેલા ટૉપ 5 વિવાદો
કરીના કપૂરની હીરોઇન આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. ફિલ્મના દિગ્દર્શક મધુર ભંડારકર છે, જેઓ વાસ્તવિકતા ઉપર ફિલ્મો બનાવવા માટે જાણીતાં છે. હીરોઇન પણ બૉલીવુડની એક સ્ટાર અભિનેત્રીના વાસ્તવિક જીવન ઉપર આધારિત છે.
કરીના કપૂર આ ફિલ્મમાં માહીના પાત્રમાં છે. કરીનાએ પોતાના રોલ અંગે એક લીડિંગ વેબસાઇટને જણાવ્યુ હતું કે હીરોઇનમાં તેણે તેના જીવનનો બોલ્ડેસ્ટ રોલ કર્યો છે. કરીનાએ જણાવ્યું, ‘માહી અરોરા એક ખાસ, આક્રમક, વધુ પડતી લાગણીશીલ અને તરંગી સ્ત્રી છે. તે નિર્ણયો કરતાં અગાઉ વિચારતી નથી. મધુર તેને સટકેલી કહે છે. મેં આ રોલ માટે કોઈ ખાસ અભ્યાસ નથી કર્યો. મેં માત્ર સ્ક્રિપ્ટ અને મધુરને ફૉલો કર્યાં. માહી પાસે ઘણાં રંગો છે અને તે પોતાનું ચિત્રણ કરવામાં માહેર છે. મને આ પાત્ર ભજવવામાં મજા આવી ગઈ, કારણ કે તેને માટે ઘણાં રંગો અને મૂડ્સ ધારણ કરવા પડ્યાં.' હીરોઇન 21મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. અહીં રજુ કરીએ છીએ કરીના કપૂરની હીરોઇન સાથે સંકળાયેલાં ટૉપ 5 વિવાદો.

હીરોઇનનું પોસ્ટર કૉપીડ છે
મધુર ભંડારકરની ફિલ્મ હીરોઇનનું પોસ્ટર સિદ્ધાર્થ ધનવંત સંઘવીના પુસ્તક ‘ધ લોસ્ટ ફ્લેમિંગોઝ ઑફ બૉમ્બે'ના કવર પેજમાંથી કૉપી કરાયું છે. એવું પણ કહેવાયું કે આ પોસ્ટર મરિયાહ કરેના આલબમ ‘ધ ઇમેન્સિપેશન ઑફ મિમી'ના પ્રમોશન ફોટોગ્રાફમાંથી પ્રેરિત છે.

હીરોઇનઃ કરીનાનું સ્મૉકિંગ સીન
સુચના અને પ્રસારણ મંત્રાલયે હીરોઇનમાં કરીના સ્મૉકિંગ સીન દરમિયાન કાનૂની ચેતવણી મુકવા જણાવ્યુ હતું, પણ હીરોઇનના નિર્માતાઓ તેની સાથે સંમત નહોતા થયાં અને મંત્રાલયના નિર્દેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. બાદમાં મધુર ભંડારકરે જણાવ્યુ હતું કે તેમની આવનારી ફિલ્મ હીરોઇન સ્મૉકિંગ વિરુ્દ્ધ પ્રચાર કરશે.

હીરોઇનનો ડાયલૉગ વિવાદ
કરીના કપૂર ફિલ્મના એક સીનમાં મીડિયા ઉપર બૉલીવુડની અભિનેત્રીઓ અંગે કાલ્પનિક વાતો વહેતી કરવાનો આરોપ મૂકે છે. તે કહે છે, ‘હીરોઇનને ગાડી લી, તો બિઝનેસમૈન ને ગિફ્ટ કિયા... ઔર ગૉડ ફોર્બિડ દુબઈ ગઈ, તો ઉસકા રેટ કાર્ડ બન જાતા હૈ.' આ ડાયલૉગે યુએઈમાં ઘણો વિવાદ પેદા કર્યો હતો.

હીરોઇનઃ ઐશ વર્સિસ બેબો
કરીના કપૂર હીરોઇનની પ્રથમ પસંદગી હતી, પણ ડેટ્સની પ્રોબ્લેમને કારણે તેણે ઇનકાર કર્યો હતો. કરીના પછી મધુર ભંડારકરે આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાય બચ્ચનને ઑફર કરી હતી, પણ તે પ્રેગ્નેન્સીને કારણે આ ઑફર સ્વીકારી ન શકી. પછી મધુર ભંડારકરે ફરીથી કરીનાને એપ્રોચ કરી અને આ વખતે કરીના તૈયાર થઈ ગઈ. પણ આ વાતે બેબો અને ઐશ વચ્ચે કોલ્ડ વૉર ઊભો કર્યો.

અરુણોદય-રણદીપ વિવાદ
અરુણોદય સિંહ આ ફિલ્મમાં એક યંગ ક્રિકેટર તરીકે કામ કરવાનો હતો. તેણે ફિલ્મ હીરોઇનમાં કરીનાના કેરેક્ટર સાથે પેશનેટ અફેર કરવાનો હતો, પણ તેની જગ્યાએ રણદીપ હુડાને લેવામાં આવ્યો. કહેવાય છે કે કરીના કપૂર અરુણોદય સાથે ઇન્ટીમેટ સીન્સ કરવાં તૈયાર નહોતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
