કરણ જોહરના બાળકોની મા કોણ છે? છોકરાઓના આવા સવાલ પર ફિલ્મમેકર મૂકાય છે મુશ્કેલીમાં
Karan Johar Kids: બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ સર્જક કરણ જોહરની ગણતરી સફળ નિર્માતા અને નિર્દેશકોમાં થાય છે. તેણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ જો કરણના અંગત જીવનની વાત કરીએ તો તેણે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.
કરણ જોહરે લગ્ન કર્યા વગર વર્ષ 2017માં સરોગસી દ્વારા બે બાળકોને જન્મ આપ્યો હતો. તેણે એકલા હાથે પોતાના બાળકોને સારી રીતે ઉછેર્યા છે. કરણે માત્ર પિતા બનીને જ નહીં પરંતુ માતા બનીને પણ બાળકોને સારો ઉછેર આપ્યો છે. પરંતુ જેમ જેમ બંને બાળકો મોટા થઈ રહ્યા છે, તેઓ તેમની માતાને લગતા પ્રશ્નો પૂછે છે.

કરણ જોહરે પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે પોતાના બાળકોના પ્રશ્નોને કેવી રીતે હેન્ડલ કરે છે. તેણે કહ્યું, 'જેમ જેમ બાળકો મોટા થઈ રહ્યા છે, હું દરરોજ તેમના પ્રશ્નોનો સામનો કરી રહ્યો છું. જેમ કે તે પૂછે કે હું કોના પેટમાંથી જન્મ્યો છું? પરંતુ મમા તો મારી મા નથી, તે અમારી દાદી છે.
કરણે કહ્યું કે તે આ બધા પ્રશ્નોનો સામનો કેવી રીતે કરવો તે જાણવા માટે કાઉન્સેલર પાસે જાય છે. તેણે કહ્યું, 'માતાપિતા બનવું ક્યારેય સરળ નહોતું. હું મારા પુત્રના વધતા વજનને લઈને પણ ચિંતિત છું. જ્યારે હું તેને ખાંડ ખાતા જોઉં છું, ત્યારે હું જોઉં છું કે તેનું વજન વધી રહ્યું છે પરંતુ હું તેને આ વાત સીધી રીતે કહી શકતો નથી. હું ઈચ્છું છું કે તે ગમે તે તબક્કામાં હોય અને કોઈ પણ પ્રકારનું ટેન્શન ન લે, તેના જીવનનો આનંદ માણે.
કરણ જોહરે વધુમાં જણાવ્યું હતું કે, "હું તેને રમત રમવા, ફૂટબોલ રમવા, ક્રિકેટ રમવા, તે બધું કરવા માટે પ્રોત્સાહિત કરું છું જે મેં નથી કર્યું, અને પછી હું મારી જાતને વિચારું છું કે મારે આવા માતાપિતા નથી બનવુ. આ એ નથી જે હું બનવા માંગતો હતો, હું ઇચ્છું છું કે મારું બાળક તે કરે જે તેને ગમે છે." તમને જણાવી દઈએ કે કરણ તેની 81 વર્ષની માતા, ફિલ્મ પ્રોડ્યુસર હીરૂ જોહર સાથે મળીને તેના બાળકોનો ઉછેર કરી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
