બ્રહ્માસ્ત્રની સ્ક્રીનિંગે કેમ ઉડાવ્યા કરણ જોહરના હોશ? કર્યો ખુલાસો - અમે કંઈક ખોટુ કરી દીધુ...
રણ જોહરે જણાવ્યુ હતુ કે ફિલ્મની સ્ક્રિનિંગ પછી તેની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ બૉક્સ ઑફિસ પર ઘણો જાદુ ચલાવ્યો છે. ફિલ્મમાં કપલ લીડ રોલમાં છે. ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જીએ આ ફિલ્મ પર ઘણી મહેનત કરી છે તે તેની જોરદાર કમાણી પરથી સ્પષ્ટ દેખાય છે. મીડિયા સાથેની વાતચીતમાં અયાન મુખર્જી અને કરણ જોહરે આ પ્રોજેક્ટર પર કામ કરવાની વાત કરી. તાજેતરમાં જ કરણ જોહરે જણાવ્યુ હતુ કે ફિલ્મની સ્ક્રિનિંગ પછી તેની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

કરણ જોહરે શું કહ્યુ?
ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ચાહકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. આ જ કારણ છે કે રિલીઝના આટલા દિવસો બાદ પણ ચાહકોમાં ફિલ્મને લઈને ક્રેઝ જળવાઈ રહ્યો છે. દિગ્દર્શક, નિર્માતા સહિત ફિલ્મ સાથે જોડાયેલા લોકોએ પણ ઘણી મહેનત કરી છે. હાલમાં જ કરણ જોહરે આ અંગે નિવેદન આપ્યુ છે.

બ્રહ્માસ્ત્રના સ્ક્રીનિંગ વખતે આ હતી સ્થિતિ
કરણ જોહરે ખુલાસો કર્યો છે કે 'બ્રહ્માસ્ત્ર' 8 સપ્ટેમ્બરે પ્રદર્શિત કરવામાં આવી હતી. સ્ક્રીનિંગ પછી કરણને ચાહકો તરફથી ઘણા સંદેશા મળ્યા. ત્યાં કેટલીક પ્રતિક્રિયાઓ હતી જે ખૂબ સારી હતી અને અમુક ખૂબ જ દુઃખદ હતી. પરંતુ કેટલાક મેસેજ એવા હતા કે મને લાગ્યુ કે મારુ બીપી ઘટી ગયુ છે.

'બધુ અપેક્ષાથી પરે થયુ તો...'
પિંકવિલાના સમાચાર અનુસાર કરણ જોહરે કહ્યુ કે એ વાંચીને મને એવુ લાગ્યુ કે હે ભગવાન, જો બધુ અપેક્ષાથી વધુ થઈ જાય તો? અને આ એવી વસ્તુ છે જે હું અયાન કે ટીમ સાથે પણ શેર કરી શકતો નથી. હું ખૂબ જ તણાવમાં હતો. એમના માટે જેમણે આ ફિલ્મમાં ખૂબ મહેનત કરી છે. તે રાત્રે હું સૂઈ શક્યો નહીં.

'હું રોતો નહોતા પરંતુ...'
એવુ નથી કે હું રડતો હતો પરંતુ મને લાગ્યુ કે આ બહુ મોટી વાત છે. ફિલ્મમાં એક અલગ જ બ્રહ્માંડ બતાવવામાં આવ્યુ છે અને તેમાં વિવિધ પ્રતિક્રિયાઓ આવશે. પરંતુ ફિલ્મે તેની પ્રક્રિયાની જેમ જ બૉક્સ ઑફિસ પર કમાલ કરી ગઈ.

કેવો રહ્યો રિસ્પૉન્સ?
ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની વાત કરીએ તો તેમાં બતાવવામાં આવેલી રોમેન્ટિક લવસ્ટોરીથી દર્શકોનs ઘણી હદ સુધી નિરાશ કરવામાં આવ્યા છે. પરંતુ સારા પ્રદર્શનથી ચાહકો પણ ખુશ છે. હવે ફિલ્મનો બીજો ભાગ એટલે કે બ્રહ્માસ્ત્ર 2 ડિસેમ્બર 2025માં રિલીઝ થવા જઈ રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
