કન્નડ એક્ટર દર્શનના મેનેજરનુ મોત, શું આની પાછળ છે કોઈ મોટો રાઝ, રેણુકા સ્વામી કેસમાં આવ્યો નવો વળાંક
Darshan Thoogudeepa: ફેમસ કન્નડ ફિલ્મ એક્ટર દર્શન થૂગુદીપા અત્યારે હેડલાઈન્સમાં છે. રેણુકા સ્વામીની હત્યા કેસમાં અભિનેતાની ધરપકડ થઈ ચૂકી છે. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન, એવા સમાચાર છે કે કન્નડ અભિનેતા દર્શનના મેનેજરે તાજેતરમાં આત્મહત્યા કરી લીધી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, દર્શનના મેનેજર શ્રીધર અભિનેતાના બેંગલુરુ ફાર્મહાઉસમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મેનેજરે એક સુસાઈડ નોટ અને મેસેજ તરીકે એક વીડિયો પણ મુક્યો છે. તેની સુસાઇડ નોટમાં, દર્શન થૂગુદીપાના મેનેજરે ખુલ્લેઆમ એકલતા અનુભવવા વિશે લખ્યું છે અને કથિત રીતે ઉલ્લેખ કર્યો છે કે તે તેના મૃત્યુની જવાબદારી પોતાના માથે લઈ રહ્યો છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સ્યુસાઈડ નોટમાં દર્શનના મેનેજર શ્રીધરે પોતાની એકલતાની લાગણીનો ખુલ્લેઆમ ઉલ્લેખ કર્યો છે. વીડિયો દ્વારા મેનેજરે ખુલાસો કર્યો છે કે તેણે જે કંઈ કર્યું છે તેની સંપૂર્ણ જવાબદારી તે પોતે લઈ રહ્યો છે. હાલમાં, પોલીસ શ્રીધરના મૃત્યુના કેસની નજીકથી તપાસ કરી રહી છે.
કન્નડ અભિનેતાના મેનેજરે એવા સમયે આત્મહત્યા કરી છે જ્યારે રેણુકા સ્વામી હત્યા સંબંધિત કેસમાં દર્શનની તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે રેણુકા સ્વામી મર્ડર કેસમાં આરોપી તરીકે નામ આવ્યા બાદ 12 જૂન 2024ના રોજ દર્શનની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, રેણુકાએ અભિનેતાની ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ પવિત્રા ગૌડાને અશ્લીલ મેસેજ મોકલ્યા હતા, જેના પછી દર્શન ખૂબ ગુસ્સે થઈ ગયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દર્શને કેટલાક લોકોને મોટી રકમ આપીને રેણુકાનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેને મારી નાખવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસમાં દર્શન બાદ કન્નડ અભિનેત્રી પવિત્રા ગૌડાની પણ પોલીસે ધરપકડ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
