કરણી સેના પર ભડકી કંગના, કહ્યું- હું પણ રાજપૂત છુ્ં, બરબાદ કરી મૂકીશ
કરણી સેનાને કંગનાએ કહ્યું- રાજપૂત છુ્ં હું, બરબાદ કરી મૂકીશ
નવી દિલ્હીઃ કંગના રાણાવતની ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધી ક્વીન ઑફ ઝાંસી'ને કરણી સેનાએ આપેલી ધમકી ભારે હંગામો મચ્યો છે. સમગ્ર મામલાને લઈ ફિલ્મની અભિનેત્રી કંગના રાણાવત સામે આવી છે અને તેણે કરણી સેનાને ધમકી આપતા કહ્યું કે હું પણ એક રાજપૂત છું અને જો ફિલ્મ રિલીઝની વચ્ચે કોઈ આવ્યું તો બરબાદ કરી મૂકશે. એટલું જ નહિ તેમણે કહ્યું કે ફિલ્મને રિલીઝ માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને પ્રમાણપત્ર પણ આપ્યું છે. છતાં કરણીસેના ફિલ્મને લઈ હેરાન કરી રહી છે.

કંગના રાણાવતે કરણી સેનાની આપી ચેતવણી
કંગના રાણાવતની ફિલ્મ મણિકર્ણિકા ધી ક્વીન ઑફ ઝાંસી આગામી અઠવાડિયે શુક્રવારે રિલીઝ થઈ રહી છે. જો કે ફિલ્મ પહેલા મહારાષ્ટ્ર કરણી સેનાએ તેની વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત બાદ કરણી સેનાએ ફિલ્મ મણિકર્ણિકા વિરુદ્ધ પ્રદર્શનની ધમકી આપી છે. મણિકર્ણિકા ફિલ્મ રાણી લક્ષ્મીબાઈની બાયોપિક પર આધારિત છે, જેમાં કંગના રાણાવત ખુદ રાણી લક્ષ્મીબાઈનો કિરદાર નિભાવી રહી છે.

મણિકર્ણિકાઃ ધી ક્વીન ઑફ ઝાંસીને લઈ વિવાદ
જાણકારી મુજબ મહારાષ્ટ્ર કરણી સેના તરફથી ફિલ્મના પ્રોડ્યૂસર, ડાયરેક્ટરને પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈના કિરદારને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. જેમની નારાજગી એનાથી છે કે તેમને લાગી રહ્યું છે કે ફિલ્મમાં લક્ષ્મીબાઈના એક બ્રિટિશ ઑફિસર સાથે રિલેશન દેખાડવામાં આવ્યા છે, જેના પર તેમણા વાંધો ઉઠાવ્યો છે. એટલું જ નહિ તેમનો દાવો છે કે ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈને એક ગીત પર ડાંસ કરતાં દેખાડ્યાં છે, જે સભ્યતા વિરુદ્ધ છે.

કરણી સેનાએ આપી ધમકી
જેને લઈ કરણી સેનાએ ફિલ્મ નિર્માતાઓને ધમકી આપતા કહ્યું કે જો ફિલ્મ તેમને દેખાડવામાં ન આવી તો સિનેમાઘરોમાં તોડફોડ કરશે અને ફિલ્મ રિલીઝ જ નહિ થવા દે. જો કે કરણી સેનાની ધમકીઓનો કંગનાએ આકરો જવાબ આપ્યો છે. કંગનાએ કહ્યું કે, "હું કોઈનાથી ડરતી નથી અને લડ્યા વિના હિંમત નહિ હારું"












Click it and Unblock the Notifications
