Pics : ઍવૉર્ડ્સ બધાને ખુશ કરવા માટે જ હોય છે : કંગના!
મુંબઈ, 12 એપ્રિલ : કંગના રાણાવતની આ વર્ષે આવેલી ફિલ્મ ક્વીને બૉક્સ ઑફિસ પર ખૂબ ધમાલ મચાવી. લોકોના જણાવ્યા મુજબ આ વર્ષ માટે કંગના રાણાવત દરેક ઍવૉર્ડ ફંક્શન દરમિયાન બેસ્ટ એક્ટ્રેસ તરીકે નૉમિનેશન મેળવશે, પરંતુ કંગનાએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યુ હતું કે તેમને ઍવૉર્ડ્સ નથી જોઇતાં.
કંગનાની આ વાતથી લોકો ખૂબ જ આશ્ચર્યમાં મૂકાઈ ગયી હતાં અને કંગનાને પ્રશ્ન કરવા માંગતા હતાં કે આખરે તેઓ ઍવૉર્ડ લેવાનો ઇનકાર કેમ કરી રહ્યાં છે. તાજેતરમાં જ કંગના રાણાવતે પોતાની આગામી ફિલ્મ રિવૉલ્વર રાણી માટે યોજાયેલ એક પ્રેસ કૉન્ફરંસ દરમિયાન આવા પ્રશ્નોના જવાબ આપ્યાં.
નોંધનીય છે કેકંગના રાણાવત હવે બૉલીવુડમાં એક સ્થાપિત અભિનેત્રી બની ચુક્યાં છે. તાજેતરમાં ક્વીન જેવી સફળ ફિલ્મ આપનાર કંગના રાણાવત ઉપર આ ફિલ્મમાં અભિનયને લઈને વખાણોનો વરસાદ થઈ રહ્યો છે. મહિલા પ્રધાન ફિલ્મ ક્વીનમાં કંગનાના અભિનયના વખાણ કરનારાઓમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનો પણ સમાવેશ થાય છે.
કંગનાએ આમિર ખાન માટે ક્વીનનું સ્પેશિયલ સ્ક્રીન ગોઠવ્યુ હતું. ફિલ્મ જોયા બાદ આમિરની આંખો છળકાઈ આવી હતી. તેમણે કંગના રાણાવત અને ક્વીન બંનેના ભરપૂર વખાણ કર્યાં હતાં. આમિર ખાન ક્વીનમાં કંગનાના અભિનયથી ખૂબ જ પ્રભાવિત થયાં છે, પરંતુ જ્યાં સુધી કંગનાની વાત છે, તો આમિર ભલે તેમની ઉપર ઓવારી ગયાં હોય, પણ કંગના આમિર માટે ક્રૅઝી નથી.
ચાલો તસવીરો સાથે જોઇએ પ્રેસ કૉન્ફરંસમાં કંગનાનો ખુલાસો :

ઍવૉર્ડનો ઇનકાર કેમ?
કંગનાને મીડિયાએ સવાલ કર્યો - સૌ લોકો અને આપના ફૅન્સ ઇચ્છે છે કે આ વર્ષની બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ કંગનાને જ મળે, પણ આપ કેમ ઇનકાર કરો છો?

બીજાની ખુશામદ પસંદ નથી
કંગનાએ જવાબ આપ્યો - ઍવૉર્ડ ફંક્શન દરમિયાન કલાકો સુધી બેસવું પડે છે બીજાઓને ખુશ કરવા માટે કે જે મને બિલ્કુલ નથી ગમતું.

ઍવૉર્ડ્સની ભરમાર
કંગનાએ કહ્યું - હું ઍવૉર્ડ લેવાનો એટલા માટે ઇનકાર કરુ છું, કારણ કે આટલા બધા ઍવૉર્ડ્સ હોય છે. લગભગ 15-16 ઍવૉર્ડ્સ અને દરેક ઍવૉર્ડ ફંક્શનમાં પાંચથી છ કલાક તમારે બેસવું પડે છે.

વધારામાં મેક-અપ...
કંગના કહે છે - તેમાં પણ મેક-અપના લગભગ બેથી અઢી કલાક મળી અને તેનાથી પણ વધુ સમય થઈ જાય છે. આ આખો હિસાબ-કિતાબ બહુ મોંઘો પડે છે.

ઍવૉર્ડ્સ અંગે શંકા નથી
કંગના કહે છે - એક ઍવૉર્ડ તો ઠીક છે, પરંતુ અહીં તો ઘણા બધા છે. એવુ નથી કે મને એમ લાગે છે કે આપણા ઍવૉર્ડ યોગ્ય નથી. મને પણ ગૅંગસ્ટર અને ફૅશન માટે ઍવૉર્ડ મળ્યાં છે.

દરેકને ઍવૉર્ડ...
કંગનાએ આગળ જણાવ્યુ - મને લાગે છે કે આજે દરેકને ઍવૉર્ડ મળે છે. કોઈને બેસ્ટ સ્માઇલ માટે, તો કોઈને બેસ્ટ સાડી માટે. તેવામાં લાગે છે કે આપ ત્યાં શું કરી રહ્યા છો બેસીને? સૌને ખુશ કરવા માટે અહીં ઍવૉર્ડ અપાય છે.

ઍવૉર્ડ્સ પ્રાથમિકતા નથી
કંગના જણાવે છે - ઍવૉર્ડ્સ મારા માટે પ્રાથમિકતા નથી. મારી પ્રાથમિકતા મારૂં કામ છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
