પ્રભાસની 400 કરોડની આદિપુરુષમાં અજય દેવગન પહેલાં કાજલની તગડી એન્ટ્રી
પ્રભાસની 400 કરોડની આદિપુરુષમાં અજય દેવગન પહેલાં કાજલની તગડી એન્ટ્રી
પ્રભાસની આગામી ફિલ્મ આદિપુરુષનું બજેટ 400 કરોડ છે. એવામાં આ ફિલ્મને લઈ પ્રભાસ, કૃતિ સેનન અને સની સિંહનું નામ ફાઈનલ થઈ ગયું છે. જેની ઘોષણા કરી દેવામાં આવી છે કે રામ, લક્ષ્મણ અને સીતાની ભૂમિકામાં આ ત્રણેય એક સાથે જોવા મળશે. ચર્ચા એવી પણ હતી કે અજય દેવગન પણ પડદા પર શિવ ભગવાનની ભૂમિકાને નિભાવતા જોવા મળી શકે છે. પરંતુ હવે જે ફાઈનલ નામ સામે આવી રહ્યું છે તે કાજલનું છે. જી હાં, અજય દેવગનનું નામ ફાઈનલ થતા પહેલાં ફિલ્મમાં કાજલની એન્ટ્રીના સમાચાર સામે આવી રહ્યા છે.

કાજલનું નામ ફાઈનલ
સુપરસ્ટાર પ્રભાસની આ પૈન ઈન્ડિયા ફિલ્મમાં કાજલનું નામ સામેલ થયા બાદ ફિલ્મના હાઈ સ્કેલ અને કંટેંટને લઈ ચર્ચા તેજ થઈ ગઈ છે. જણાવી દઈએ કે કાજલે અગાઉ તાનાજીમાં પણ અજય દેવગન સાથે પોતાનો દમ દેખાડ્યો હતો. તો શું ફરીથી અજય દેવગન અને કાજલની જોડી આદિપુરુષનો ભાગ હશે, આ સવાલ પર હજી પણ સસ્પેન્સ બનેલો છે.

કાજલનો રોલ કેવો હશે
મીડિયા રિપોર્ટ્સ મુજબ કાજલ ફિલ્મમાં એક પ્રમુખ કેરેક્ટર નિભાવતી જોવા મળશે. આ રોલ કયો હશે તેની જાણકારી હજી સુધી સામે નથી આવી, જણાવવામાં આવી રહ્યું છે કે આ ફેન્સ માટે એક સરપ્રાઈઝ હશે.

હિન્દી સિનેમાની મોટી ફિલ્મ
જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉત કરી રહ્યા છે જેઓ પહેલાં કાજલ અને અજય દેવગનની તાનાજીનું પણ નિર્દેશન કરી ચૂક્યા છે. કાસ્ટિંગના હિસાબે આ ફિલ્મ હિન્દી સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની શકે છે.

રામાયણની કહાનીથી પ્રેરિત
આદિપુરુષ 11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જલદી જ તેનું શૂટિંગ પણ શરૂ થઈ જશે. લુક અને કહાનીને લઈ આ ફિલ્મ ઘણી વિશાળ કહેવાઈ રહી છે. આરામાયણની કહાનીથી પ્રેરિત છે.

400 કરોડનું બજેટ
સિનેમાની આટલી મોટી ફિલ્મનું બજેટ પણ આલીશાન હશે. આદિપુરુષનું બજેટ 350 કરોડથી 400 કરોડ જેવું છે. સ્ક્રીન પર પિલ્મનો સ્કેલઘણો વડો બનાવાશે.

કેટલીય ભાષાઓમાં ડબ અને રિલીઝ કરાશે
આદિપુરુષમાં ફિલ્મ હિન્દી, તેલુગૂ, તમિલ અને મલયાલમ સાથે અનેય લોકપ્રિય ભાષાઓમાં ડબ કરાશે. હિન્દી સિનેમા સાથે સાઉથનું વડું માર્કેટ પણ આદિપુરુષના નિશાના પર છે.

સૈફ અલી ખાન લંકેશ
સૈફ અલી ખાન આ ફિલ્મમાં લંકેશની ભૂમિકા નિભાવશે. ઉલ્લેખનીય છે કે રામાયણની આ કહાનીને ઓમ રાઉત 3ડીમાં લાવી રહ્યા છે જે એક શાનદાર પ્રોજેક્ટ છે.

અજય દેવગનનું નામ પણ ચર્ચામાં
હીરો અને વિલેન એટલે કે પ્રભાસ અને સૈફ અલી ખાનના કેરેક્ટર તમને ફિલ્મમાં ફાઈટ કરતા પણ જોવા મળશે. આ ફિલ્મની કાસ્ટિંગમાં અજય દેવગનનું નામ પણ સામે આવ્યું છે. પરંતુ હજી સુધી કોઈ ફાઈનલ જાણકારી નથી મળી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
