Ouch! જસ્ટિન બીબરની લોકપ્રિયતા આ સેલિબ્રિટિઝને પડી ભારે!
મુંબઇમાં યોજાયેલ જસ્ટિન બીબરના કોન્સર્ટ માટે બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ અન્ય ફેન્સ જેટલા જ ઉત્સાહિત હતા, પરંતુ આ ઇન્ટરનેશનલ સ્ટારની પોપ્યૂલારિટી કેટલાક બોલિવૂડ સ્ટારને ખૂબ ભારે પડી છે.
બુધવારના રોજ મુંબઇ માં જસ્ટિન બીબર નો કોન્સર્ટ યોજાયો હતો, આ કોન્સર્ટમાં અનેક બોલિવૂડ સિતારાઓ પણ પહોંચ્યા હતા. 23 વર્ષીય જસ્ટિનની પોપ્યૂલારિટી ગજબ છે, મોટા ભાગના બોલિવૂડ સિતારાઓ કે તેમના કિડ્સ આ સિંગરના ફેન છે. આ જસ્ટિનની પહેલી ભારતની મુલાકાત હતી, જે માટે અનેક તૈયારીઓ કરવામાં આવી હતી. જો કે, આ ચક્કરમાં કેટલાક જાણીતા બોલિવૂડ સેલેબ્સને મુસીબતોનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

મુંબઇમાં જસ્ટિનની એન્ટ્રી
મંગળવારે રાત્રે લગભગ 1 વાગ્યે જસ્ટિન બીબર મુંબઇ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે મીડિયા ઉપરાંત અનેક સુરક્ષા કર્મચારીઓ ત્યાં હાજર હતા. એક કારનો આખો કાફલો જસ્ટિનને વેલકમ કરવા પહોંચ્યો હતો. સલમાન ખાનના વિશ્વાસુ બોડીગાર્ડ શેરાને ખાસ જસ્ટિનની સુરક્ષા માટે નિમવામાં આવ્યા હતા. જો કે, આ જ સમયે અન્ય એક જાણીતા બોલિવૂડ એક્ટરનું પણ મુંબઇ એરપોર્ટ પર આગમન થયું હતું.

અક્ષય કુમારને ન ઓળખ્યાં કોઇએ
ઉલ્લેખનીય છે કે, ખેલાડી કુમાર અક્ષય પીએમ મોદીને મળવા દિલ્હી ગયા હતા અને તેઓ લગભગ જસ્ટિનની સાથે સાથે જ મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અક્ષય પહોંચ્યા ત્યારે ફેન્સ આતુરતાથી જસ્ટિન બીબરની રાહ જોઇ રહ્યાં હતા. એરપોર્ટમાંથી બહાર નીકળતી અક્ષયની હાઇ સિક્યોરિટીવાળી કાર જોઇ લોકોને લાગ્યું કે તે જસ્ટિનની કાર છે અને આથી લોકોએ કારને ઘેરી લીધી. થોડા સમય બાદ લોકોને ખબર પડી કે કારમાં જસ્ટિન નહીં અક્ષય કુમાર બેઠા છે. લોકોએ જસ્ટિન સમજીને તેમની કાર ઘેરી હતી, એ જાણીને અક્ષયને કેવું લાગ્યું હશે એ તો એ જ જાણે.

જેકલિન ફર્નાન્ડિઝ
જસ્ટિન તરફથી બીજો ઝાટકો મળ્યો સુંદર એક્ટ્રેસ જેકલિનને. જસ્ટિન બીબર પોતાના કોન્સર્ટ બાદ એક હાઇ પ્રોફાઇલ આફટર પાર્ટી એટેન્ડ કરવાના હતા, જેની ઓફિશિયલ હોસ્ટ હતી જેકલિન. જો કે, કોન્સર્ટ બાદ જસ્ટિને અચાનક જ સ્ટેડિયમ છોડવાનો નિર્ણય લઇ લીધો અને જેકલિને વીલા મોઢે પાછા ફરવું પડ્યું. જેકલિન હાલ લંડનમાં જુડવા 2નું શૂટિંગ કરી રહી છે, જે છોડીને તે ખાસ જસ્ટિનની આફ્ટર પાર્ટી હોસ્ટ કરવા મુંબઇ પહોંચી હતી.

બિપાશા બાસુ-કરણ સિંહ ગ્રોવર
અન્ય બોલિવૂડ સેલિબ્રિટીઝના માફક બિપાશા અને કરણ પણ આ કોન્સર્ટમાં પહોંચ્યા હતા. જો કે, તેમણે પાંચ જ મિનિટમાં સ્ટેડિયમ છોડી નીકળી જવું પડ્યું હતું. વાત એમ બની કે, કરણ અને બિપાશાને જોઇ લોકો જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા, આ બૂમા-બૂમ અને હૂટિંગથી બચવા માટે બંન્ને 5 જ મિનિટની અંદરે સ્ટેડિયમમાંથી નીકળી ગયા હતા.
{promotion-urls}
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
