Pics : હનીમૂનનો આનંદ માણે છે સમીરા, હાલ ફિલ્મો માટે સમય નથી!
મુંબઈ, 3 એપ્રિલ : બૉલીવુડ અભિનેત્રી સમીરા રેડ્ડી રૂપેરી પડદા ઉપરથી ગાયબ છે. છેલ્લે ચક્રવ્યૂહ ફિલ્મમાં આયટમ સૉંગ કરનાર સમીરા રેડ્ડીને તમે ટુંક સમયમાં ફિલ્મી પડદે જોઈ પણ નહીં શકો અને એટલે જ સમીરાના ફૅન્સને આંચકો લાગવો સ્વાભાવિક છે.
સમીરા રેડ્ડી પાસે હાલ ફિલ્મો માટે સમય નથી. તાજેતરમાં જ પરિણય સૂત્રમાં બંધાનાર સમીરા રેડ્ડી હાલ હનીમૂનનો આનંદ માણી રહ્યાં છે. તેઓ કહે છે કે તેઓ આજકાલ પોતાની પરિણીતી જિંદગીનો આનંદ માણી રહ્યાં છે. ફિલ્મોમાં કમબૅક માટે તેમને થોડોક હજુ સમય જોઇશે.
નોંધનીય છે કે સમીરાએ ગત જાન્યુઆરીમાં જ અક્ષય વર્ડે સાથે લગ્ન કર્યાં છે. અક્ષય મોટર સાયકલનો વ્યવસાય કરે છે. બંને છેલ્લા અઢી વર્ષથી ડેટિંગ કરતા હતાં અને ડિસેમ્બર-2013માં જ બંનેએ સગપણ કર્યુ હતું. સમીરાને બાઇક્સનો બહુ શોખ છે. તેમણે અક્ષયની કમ્પની દ્વારા મૉડિફાઇડ એક બાઇક પણ ખરીદ્યુ હતું. પછી એક દિવસ તેમની અક્ષય સાથે મુલાકાત થઈ અને બંને મિત્ર બની ગયાં અને પછી આ સંબંધ લગ્નમાં પરિણમી ગયો.
ચાલો તસવીરો જોઇએ કે સમીરા રેડ્ડીનું શું છે ફ્યુચર પ્લાનિંગ :

ચક્રવ્યૂહમાં આયટમ સૉંગ
સમીરા રેડ્ડી છેલ્લે 2012માં રૂપેરી પડદે દેખાયા હતાં. તેમણે ચક્રવ્યૂહ ફિલ્મમાં એક આયટમ સૉંગ કર્યુ હતું.

અક્ષય સાથે લગ્ન
સમીરાએ ગત જાન્યુઆરી માસમાં અક્ષય વર્ડે સાથે લગ્ન કર્યા હતાં.

બાઇક વ્યવસાયી અક્ષય
અક્ષય મોટર સાયકલનો વ્યવસાય કરે છે.

અઢી વર્ષથી ડેટિંગ
સમીરા-અક્ષય છેલ્લા અઢી વર્ષથી ડેટિંગ કરતા હતાં.

ડિસેમ્બરમાં સગપણ
સમીરા-અક્ષયે ડિસેમ્બર-2013માં સગપણ કર્યુ હતું.

બાઇક શોખીન સમીરા
સમીરાને બાઇક્સનો બહુ શોખ છે. તેમણે અક્ષયની કમ્પની દ્વારા મૉડિફાઇડ એક બાઇક પણ ખરીદ્યુ હતું.

મૈત્રી અને લગ્ન
એક દિવસ સમીરાની અક્ષય સાથે મુલાકાત થઈ અને બંને મિત્ર બની ગયાં અને પછી આ સંબંધ લગ્નમાં પરિણમી ગયો.

ખુશખુશાલ સમીરા
સમીરા રેડ્ડીએ બુધવારે એક એનીમિયા શિબિર દરમિયાન જણાવ્યું - મેં હમણા જ લગ્ન કર્યાં અને હું બહુ ખુશ છું.

મોટો પરિવર્તન
33 વર્ષીય સમીરાએ જણાવ્યું - આ મારા જીવનનો મોટો પરિવર્તન છે.

હનીમૂન પીરિયડ
સમીરા રેડ્ડીએ જણાવ્યું - હાલ મારા માટે હનીમૂનનો દોર (હનીમૂન પીરિયડ) ચાલી રહ્યો છે.

કમબૅક માટે ઇંતેજાર
સમીરા કહે છે - હાલ હું હનીમૂનનો આનંદ માણી રહી છું. તેથી ફિલ્મોમાં કમબૅક માટે થોડો વધુ સમય લેવો મારા માટે સારો રહેશે.

મૈંને દિલ તુઝકો દિયાથી શરુઆત
સમીરા રેડ્ડીએ 2002માં મૈંને દિલ તુઝકો દિયા ફિલ્મથી બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

મુસાફિરમાં નોંધનીય
જોકે સમીરા રેડ્ડીની નોંધ 2004માં આવેલી ફિલ્મ મુસાફિર દ્વારા લેવાઈ.

સાઉથની ફિલ્મોમાં સમીરા
સમીરા રેડ્ડીએ સાઉથની પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

મહત્વની ફિલ્મો
સમીરાએ ફૂલ એન્ડ ફાઇનલ, રેસ, વન ટૂ થ્રી, દે દના દન જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આવનારી ફિલ્મો
સમીરાની આવનારી હિન્દી ફિલ્મોમાં કાલ પુરુષ મેમરીઝ ઑફ ધ મિસ્ટ, યે હૌસલા, મહાયોદ્ધા રામ, બેમિસાલ અને ધ માઇગ્રેશનનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
