Pics : પ્રિયાના કારણે વધુ રિસ્પૉન્સિબલ થઈ ગયાં જ્હૉન!
મુંબઈ, 30 જુલાઈ : જ્હૉન અબ્રાહમ તથા પ્રિયા રુંચાલ વચ્ચે અફૅરના સમાચારો તો મીડિયામાં છવાયેલા જ રહે છે અને જ્હૉન પણ પ્રત્યક્ષ રીતે આ વિશે વાત કરવામાં કોઈ મુશ્કેલી નથી અનુભવતાં. જ્હૉનના ગર્લફ્રેન્ડ પ્રિયા રુંચાલ એક ઇન્વેસ્ટમેંટ બૅંકર છે અને જ્યારથી પ્રિયા રુંચાલ જ્હૉનના જીવનમાં આવ્યાં છે, ત્યારથી જ્હૉન અબ્રાહમ પોતાની પર્સનલ લાઇફ અંગે ખૂબ જ સજગ થઈ ગયાં છે. જ્હૉન હવે પોતાના પૈસા ઇન્વેસ્ટ કરવા અંગે ઘણું વિચારે છે.
આ અંગે પ્રશ્ન કરાતાં જ્હૉને ખૂબ જ સુંદર રીતે જવાપ આપ્યો - પ્રિયા આવ્યા બાદ હું વધું રિસ્પૉન્સિબલ અનુભવુ છું. હું પોતાના રોકાણો અંગે પણ ખૂબ જ સજગ થઈ ગયો છું. અગાઉ પણ હું પોતાની કમાણીમાંથી બચત કરતો હતો, પણ પ્રિયા મારી જિંદગીમાં આવ્યા બાદ હું વધુ સજગ થઈ ગયો છું અને સમજી-વિચારીને રોકાણ કરુ છું.
જ્હૉન અબ્રાહમે જણાવ્યું - હું એક્ટર અને નિર્માતા તરીકે બે જુદી-જુદી ઓળખ ધરાવુ છું, કારણ કે એક્ટર તરીકે તેઓ દિગ્દર્શકના એક્ટર છે, પણ નિર્માતા તરીકે તેઓ તે પ્રકારની ફિલ્મો બનાવે છે કે જેવી પોતે જોવાની પસંદ કરે છે.
નોંધનીય છે કે એક વખતે બૉલીવુડમાં જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ વચ્ચે અફૅરની ચર્ચાઓ ચાલતી હતી, પણ પછી અચાનક બંને છુટા પડી ગયાં. જ્હૉન છેલ્લે શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં દેખાયા હતાં, જ્યારે તેમના નિર્માણ હેઠળની મદ્રાસ કૅફે ફિલ્મ ટુંકમાં જ રિલીઝ થશે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

બે પ્રકારની ઓળખ ધરાવતાં જ્હૉન
જ્હૉન અબ્રાહમે જણાવ્યું - હું એક્ટર અને નિર્માતા તરીકે બે જુદી-જુદી ઓળખ ધરાવુ છું, કારણ કે એક્ટર તરીકે તેઓ દિગ્દર્શકના એક્ટર છે, પણ નિર્માતા તરીકે તેઓ તે પ્રકારની ફિલ્મો બનાવે છે કે જેવી પોતે જોવાની પસંદ કરે છે.

રોકાણ તો પહેલાં પણ કરતાં
જ્હૉને કહ્યું કે તેઓ પોતાના જીવનમાં પ્રિયા રુંચાલના આવ્યા પહેલાં પણ રોકાણ કરતા હતાં, પણ જ્યારથી પ્રિયા આવી છે, ત્યારથી પોતે પોતાને વધુ રિસ્પૉન્સિબલ અનુભવવા લાગ્યાં છે. હવે દસ વાર વિચારીને રોકાણ કરે છે.

મદ્રાસ કૅફેમાં જ્હૉન
જ્હૉનની આગામી ફિલ્મ મદ્રાસ કૅફે છે કે જે ખૂબ જ ટુંકી છે. એમ પણ ઑગસ્ટમાં ચેન્નઈ એક્સપ્રેસ, સત્યાગ્રહ, વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા જેવી મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તેમની સામે મદ્રાસ કૅફે બહુ નાની કહેવાય.

એક્ટર તરીકે પણ
જ્હૉને જણાવ્યું કે મદ્રાસ કૅફે જો તેઓ નિર્માતા તરીકે ન કરત, તો એક્ટર તરીકે જરૂર કરત. સુજીત સરકારે ત્રણ-ચાર વરસ આ ફિલ્મની ઑફર કરી હતી, પણ તે વખતે ફિલ્મ બની ન શકી. અંતે ફિલ્મનું નિર્માણ કરવાનો તેમણે ફેંસલો કર્યો.

ફ્રિડા પ્રથમ પસંદગી
જ્હૉને જણાવ્યું કે મદ્રાસ કૅફે માટે પહેલા ફ્રિડા પિંટો સાથે વાત થઈ હતી, પણ તેઓ વ્યસ્ત હતાં. તેથી નરગિસ ફખરીને લેવામાં આવ્યાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
