પ્રિયા રુંચાલને પરણશે જ્હૉન, પણ બે વરસ પછી
મુંબઈ, 18 ફેબ્રુઆરી : સિને જગતના હૅન્ડસમ અને ડૅશિંગ હીરોમાંના એક જ્હૉન અબ્રાહમના લગ્નનો ઇંતેજાર તેમના ફૅન્સને આતુરતાપૂર્વક છે. આ મુદ્દે હંમેશા શાંત રહેતાં જ્હૉને હવે મૌન તોડતાં જણાવ્યું કે તેઓ અને તેમના પ્રેમિકા પ્રિયા રુંચાલ એક-બીજાને બેહદ પ્રેમ કરીએ છીએ. જ્હૉને જણાવ્યું કે તેઓ પ્રિયા સાથે જ લગ્ન કરશે, પરંતુ બે વરસ પછી, કારણ કે પ્રિયા હજી અભ્યાસ કરે છે અને તેનો અભ્યાસ પૂર્ણ થવામાં બે વરસ બાકી છે. તેથી જ્હૉને બે વરસ રાહ જોવી પડશે.

પોતાના આ ખૂબસૂરત ઇંતેજાર અંગે જ્હૉન અબ્રાહમે જણાવ્યું કે પ્રિયા ખૂબ જ સ્નેહાળ તથા નિખાલસ છોકરી છે. તેનો સાથ પામી હું પોતાની જાતને ભાગ્યશાળી સમજુ છું. તેથી મને આ ઇંતેજાર પણ ગમી રહ્યો છે. લગ્ન તો પ્રિયા સાથે જ કરવાનાં છે. તેથી બે વરસ બાદ સહી.
નોંધનીય છે કે જ્હૉન તથા બિપાશા બાસુ ક્યારેક બે જિસ્મ અને એક જાન હતાં, પરંતુ નવ વરસ બાદ આ પ્રેમ સંબંધ તુટી ગયો કે જેનું કારણ કોઈ આજ સુધી જાણી શક્યું નથી. બિપાશાથી અળગા થયા બાદ જ્હૉનને તો પ્રિયા રુંચાલ મળી ગઈ, પરંતુ બિપાશા આજેય તન્હા છે. એટલે જ તો તેમનું નામ સલમાન ખાન, હરમન બવેજા, ડીનો મારિયો જેવા લોકો સાથે જોડાતું રહે છે. જોઇએ બે વરસ બાદ જ્હૉન સાચે જ પ્રિયા સાથે લગ્ન કરી શકશે કે કેમ? આપને જણાવી દઇએ કે પ્રિયા રુંચાલ એક બૅંકર છે કે જે મુંબઈમાં વર્લ્ડ બૅંકમાં નોકરી કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
