અક્કી જેવો કોઈ નહીં, વેલકમની સિક્વલ માટે જ્હૉનને આપ્યા અભિનંદન
મુંબઈ, 25 એપ્રિલ : બૉલીવુડના ખેલાડી એટલે કે અક્ષય કુમાર ઉર્ફે અક્કી તેમના બિંદાસ્તપણા માટે જાણીતાં છે. તેનું પ્રમાણ ત્યારે મળ્યું કે જ્યારે તેમણે જ્હૉન અબ્રાહમને અભિનંદન પાઠવ્યાં. એમ ને એમ નહીં, પણ જ્હૉનને વેલકમ ફિલ્મની સિક્વલ મળતાં અક્ષયે તેમને અભિનંદન પાઠવ્યાં.

હકીકતમાં વેલકમ એક હિટ ફિલ્મ હતી અને તેની સિક્વલ તરીકે વેલકમ બૅક બની રહી છે. વેલકમમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતાં, પરંતુ સિક્વલ વેલકમ બૅકમાં અક્ષયના સ્થાને જ્હૉન અબ્રાહમને સાઇન કરવામાં આવ્યાં છે. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મની સિક્વલમાં મૂળ ફિલ્મના કલાકારોને જ દોહરાવવામાં આવે છે, પરંતુ વેલકમ બૅકમાં અક્ષયના સ્થાને જ્હૉનને લેવામાં આવ્યાં છે.
ચાલીસ વર્ષીય જ્હૉન અબ્રાહમે ટેલીવિઝન શ્રેણી બડે અચ્છે લગતે હૈંના સેટ ઉપર પોતાની ફિલ્મ શૂટઆઉટ એટ વડાલના પ્રમોશન દરમિયાન જણાવ્યું - અક્ષય મારા મોટા ભાઈની જેમ છે. હું તેમની સાથે જે કંઈ કરુ છું, તેની ખાસ ચર્ચા થાય છે. જ્યારે મેં તેમને વેલકમ બૅકમાં કામ કરવા અંગે માહિતી આપી, તો તેઓ ખૂબ ખુશ થયાં. તેમણે જણાવ્યું કે આ ખૂબ સારી ફિલ્મ હતી અને મારે આ કરવી જોઇએ.
મળતી માહિતી પ્રમાણે જ્હૉન અબ્રાહમે વેલકમ બૅક માટે 15 કરોડ રુપિયા લીધાં છે. જ્હૉને જણાવ્યું - જ્યાં સુધી પૈસાની વાત છે, હું તે અંગે વાત નથી કરતો, કારણ કે મને તે મહત્વની બાબત નથી લાગતી. હુંપૈસા લઉ છું, કારણ કે હું તેને યોગ્ય છું, પરંતુ હું તેને પરોપકારમાં વાપરી દઉ છું, કારણ કે મને લાગે છે કે તે મહત્વપૂર્ણ છે.
જ્હૉન અબ્રાહમ હાલ શૂટઆઉટ એટ વડાલાના પ્રમોશનમાં વ્યસ્ત છે. એકતા કપૂરની આ ફિલ્મમાં સન્ની લિયોન તથા પ્રિયંકા ચોપરાના આયટમ સૉંગ્સ અંગે ખૂબ ચર્ચાઓ છે. ફિલ્મમાં અનિલ કપૂર તેમજ તુષાર કપૂર પણ છે. ફિલ્મ 3જી મેના રોજ રિલીઝ થઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
