Shock: આત્મહત્યા નથી, મૌત પછી જિયા ખાનને લટકાવવામાં આવી
જિયા ખાનની આત્મહત્યા કેસમાં એક બ્રિટિશ ફોરેન્સિક એજેન્સીએ કેટલાક તાજા ખુલાસા કર્યા છે. જે વાસ્તવિક રિપોર્ટથી બિલકુલ અલગ જ છે. બ્રિટિશ એક્સપર્ટ પેન જેમ્સની રિપોર્ટ અનુસાર જિયા ખાનની આત્મહત્યાનો સીન પુરી રીતે નાટકીય હતો.

આ રિપોર્ટનું માન્યે તો જિયા ખાનની ગર્દન અને ચહેરાના નિશાન સાફ જણાવે છે કે તે આત્મહત્યાનો કેસ નથી. જિયા ખાનના હોઠ પર જે નિશાન હતા તે દાંતના નથી. પરંતુ ચોટના નિશાન હતા જે જબરજસ્તી મોઢાને ઢાંકવાથી આવે છે.

સીબીઆઈની રિપોર્ટ અનુસાર હોઠ પર નિશાન દાંતના હતા જે ફાંસી લગાવ્યા પછી ગળું ઘૂંટાવાથી આવે છે. પરંતુ બ્રિટિશ ફોરેન્સિક એજેન્સીના જણાવ્યા અનુસાર દુપટ્ટાથી આવા નિશાન આવવા શક્ય જ નથી.

હવે જોવાનું એ છે કે જિયા ખાનની માતા રાબિયાની અપીલ કોર્ટ માને છે કે નહીં. કારણકે આ રિપોર્ટ એક બ્રિટિશ ફોરેન્સિક એજેન્સીની છે જે સીબીઆઈ કરતા એકદમ વિપરીત છે.

ત્યાં બીજી બાજુ સુરજ પંચોલીના પિતા આદિત્ય પંચોલીનું કહેવું છે કે આ રિપોર્ટ ખોટી છે. પૈસા આપીને આવી રિપોર્ટ બનાવી શકાય છે. કારણકે આ રિપોર્ટ પ્રાઇવેટ એજન્સીની છે.

જિયા ખાને આત્મહત્યા કરતાં પહેલાં જે 6 પાનાનો છેલ્લો પત્ર લખ્યો હતો તે એનાં બેડરૂમમાંથી મળી આવ્યા બાદ પોલીસે સૂરજને પૂછપરછ માટે બોલાવ્યો હતો. તે પત્રમાં જિયાએ સૂરજ સાથે તેનાં બગડેલા પ્રેમસંબંધનો ઉલ્લેખ કર્યો છે.

જિયાના ઘરના સભ્યોને આ સુસાઇડ નોટ ઘરની સાફ-સફાઈ દરમિયાન મળીહતી. તેમણે આ નોટ પોલીસને સોંપી દીધી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ સુસાઇડ નોટમાં રાઇટિંગ જિયાની છે કે કેમ? જોકે જિયાના અંતિમ સંસ્કાર બાદ તેમના માતા રાબિયા ખાને સૂરજ પંચોલી સામે આરોપ મૂક્યો હતો કે તેણે મારા પુત્રી સાથે દગો કર્યો. મારી પુત્રી માસૂમ હતી. સૂરજે તેનો ભરોસો તોડ્યો.

જિયા ખાનના માતાનું કહેવું છે કે સૂરજ પંચોલી જ તેમની દીકરીના મોત માટે જવાબદાર છે. જિયા ખાન દ્વારા લખાયેલ 6 પાનાના સુસાઇડ લેટર પણ આ જ બાબતની ગવાહી આપે છે કે સૂરજ પંચોલીના દગાએ જિયા ખાનને આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો.

જિયા ખાન સૂરજ દ્વારા સગર્ભા પણ થયા હતાં અને પછી તેમણે ગર્ભપાત કરાવ્યુ હતું. પરંતુ આમ છતાં જિયા ખાન સૂરજ પંચોલી ઉપર આંખ બંધ કરી ભરોસો કરતા રહ્યાં.


-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
