ઝલકના મંચે થશે શ્રીદેવી-માધુરીનો ધમધમાટ
મુંબઈ, 24 સપ્ટેમ્બર : વીતેલા દશકાની બે દમદાર અભિનેત્રીઓ શ્રીદેવી અને માધુર દીક્ષિતને લોકો એક સાથે પડદાં ઉપર જોવા માટે આતુર રહેતા હતાં, પરંતુ લોકોની આ મહેચ્છા ક્યારેય પૂર્ણ ન થઈ, કારણ કે બંને અભિનેત્રીઓ ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યુ જ નહિં.

કહેવાય તો એમ છે કે બંને જ અભિનેત્રીઓ વચ્ચે હંમેશા કાંટાની સ્પર્ધા રહેતી હતી. માધુરી દીક્ષિત આવતા અગાઉ શ્રીદેવીનું એકહત્થુ વર્ચસ્વ હતું બૉ઼લીવુડ ઉપર. શ્રીદેવી સુંદર અને બહેતરીન કલાકાર તો હતી જ, સાથે-સાથે ડાંસમાં પણ તેની હરોળે કોઈ ઊભુ નહોતું રહી શકતું.
પરંતુ સને 1989માં જેવી જ માધુરીએ તેઝાબ ફિલ્મ સાથે સફળતાનો સ્વાદ ચાખ્યો કે શ્રીદેવીનું સિંહાસન ડોલી ગયું. પછી તો સાજન, રામ લખન, થાનેદાર, બેટા, ખલનાયક અને હમ આપકે હૈં કૌન જેવી ફિલ્મો દ્વારા માધુરીએ શ્રીદેવીને જોરદાર ટક્કર આપી અને નંબર વન અભિનેત્રીનો ખિતાબ પોતાના નામે કરી લીધો.
માધુરી સૌંદર્ય, અભિનય તેમજ નૃત્ય કૌશલ્યને કારણે હંમેશા શ્રીદેવી ઉપર ભારે પડી, જેથી જે લોકો શ્રીદેવીને પસંદ કરતા હતાં, તેઓ માધુરીને પસંદ નહોતા કરતાં, પરંતુ જેઓ માધુરીના ફેન હતાં, તેમને શ્રીદેવી પસંદ નહોતી આવતી. ઘણાં દિગ્દર્શકોએ બંને અભિનેત્રીઓને સાથે લઈને ફિલ્મ બનાવવાની કોશિશ કરી, પણ તેઓ સફળ ન થયાં.
મીડિયામાં ખબર ફેલાઈ કે શ્રીદેવીએ માધુરી સાથે કામ કરવાનો ઇનકાર કર્યો. ધીમે-ધીમે શ્રીદેવીનો નશો લોકોના સિરેથી ઓસરવા લાગ્યો અને માધુરીના માધુર્યમાં લોકો ફંસાતા ગયાં. માધુરી પહેલાં બૉલીવુડમાં દક્ષિણ ભારતીય અભિનેત્રીઓનું વર્ચસ્વ હતું, પણ માધુરીએ શ્રીદેવીને માત આપી મરાઠી રાજ્ય સ્થાપિત કર્યું.
પરંતુ જે લોકો વીતેલા જમાનામાં શ્રીદેવી અને માધુરી દીક્ષિતને એક સાથે પડદાં ઉપર જોવાની ઇચ્છા ધરાવતા હતાં, તેઓ માટે એક ખુશખબરી છે. કારણ કે બંને અભિનેત્રીઓ એક સાથે હવે આપને કલર્સના જાણીતાં શો ઝલક દિખલા જાના સ્ટેજ ઉપર દેખાશે. એટલું જ નહિં બંને અભિનેત્રીઓ ઝલના મંચે સાથે ડાંસ પણ કરતી નજરે પડશે.
આ રોચક શો આગામી 30મી સપ્ટેમ્બરની રાત્રે પ્રસારિત થશે, કારણ કે તે દિવસે ઝલક દિખલા જાનો છેલ્લો શો એટલે કે ગ્રાંડ ફિનાલે છે. શ્રીદેવી ઝલકના મંચે પોતાની આવનાર ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશનું પ્રમોશન કરશે. લગભગ 15 વર્ષ બાદ શ્રીદેવી બૉલીવુડમાં આ ફિલ્મ દ્વારા કમ બેક કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
