જિસકા કોઈ નહીં, ઉસકા તો સલમાન હૈ યારો...
મુંબઈ, 17 જાન્યુઆરી : જિસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હૈ યારો... લાવારિસ ફિલ્મનું આ ગીત બૉલીવુડમાં સલમાન ખાન ઉપર બંધબેસે છે. બૉલીવુડના જાણીતા ફોટોગ્રાફર જગદીશ માલીની મદદ કરીને સલમાને ફરી એક વાર સાબિત કરી આપ્યું કે તેઓ બૉલીવુડના જ કિંગ નથી, પણ તેમની દરિયાદિલી પણ કોઈ રાજા કરતાં ઓછી નથી.
મિંક બરાર દ્વારા સંદેશો મળતાં જ સલમાન ખાને જે રીતે પોતાની ગાડી અને પોતાના માણસો દોડાવ્યાં તે વાતે સાબિત કરી આપ્યું કે બૉલીવુડમાં લાવારિસ ફિલ્મના ગીતની આ પંક્તિ કંઈક રીતે સલમાન ઉપર બંધ બેસી શકે છે કે જિસકા કોઈ નહીં ઉસકા તો સલમાન હૈ યારો... એક બાજુ જગદીશ માલીના પુત્રી અંતરા માલીએ જ્યારે પોતાના પિતાની મદદે આવવાનો ઇનકાર કરી નાંખ્યો, તો બીજી બાજુ સલમાન જગદીશ માટે જગદીશ તરીકે મદદે આવ્યાં.
જગદીશ માલી અગાઉ પણ સલમાન ખાને અનેક બૉલીવુડ સ્ટાર્સની મદદ કરી છે. આવો તસવીરો વડે જાણીએ કે કોની-કોની ઉપર વરસી છે સલમાનની કૃપા.

જગદીશ માલી
ભિખારીઓને ધાબળા વહેંચવા નિકળેલ મિંક બરારે જગદીશ માલીને ભિખારીઓ વચ્ચે જોયાં અને તેઓ ઓળખી ગયાં. પહેલાં જગદીશના પુત્રી અંતરા માલીને જાણ કરી, પણ ત્યાંથી ઇનકાર સાંભળવા મળતાં જ મિંકે સલમાન ખાનને જાણ કરી. સલમાને તરત જ પોતાની ગાડીમાં જગદીશ માની ઘરે તેડાવ્યાં. તેમના ભોજન અને કપડાંની વ્યવસ્થા કરી.

મહક ચહલ
મહક ચહલ બૉલીવુડના એક સાઇડ રોલ કરનાર અભિનેત્રી છે, પરંતુ પોતાની બિંદાસ્ત એક્ટિંગના કારણે તેઓ દરેક ફિલ્મની જાન બની જાય છે. સલમાને મહક સાથે અનેક ફિલ્મો કરી છે. વૉન્ટેડમાં પણ સલમાન સાથે મહક હતાં. થોડાંક સમય અગાઉ મહક સાથે એક અકસ્માત થયો કે જેના કારણે તેમનો ચહેરો બગડી ગયો. તેના કારણે મહકે ઘણા વખત સુધી ફિલ્મોથી દૂર રહેવુ પડ્યું, પરંતુ સલમાને તેમની મદદ કરી. સલમાન મહકને બિગ બૉસ 5માં લઈ આવ્યાં અને જ્યારે તેઓ વચ્ચેથી જ નિકળી ગયાં, ત્યારે તેમને વાઇલ્ડ કાર્ડની મદદથી પુનઃ પ્રવેશ અપાવ્યો. જોકે મહક શો ન જીતી શક્યાં.

મનીષા કોઈરાલા
બૉલીવુડના જાણીતા અભિનેત્રી મનીષા કોઈરાલા હાલ ઓવેરિયન કૅંસર સામે ઝજુમી રહ્યાં છે અને સારવાર માટે અમેરિકા પણ ગયા છે. તેમની મદે પણ સલમાન જ આવ્યા હતાં. સલમાને મનીષાને આર્થિક રીતે શક્ય તેટલી મદદ કરી. માત્ર પૈસાથી જ નહીં, પણ અન્ય રીતે પણ સલમાન મનીષાનો સહારો બન્યાં. સલમાન-મનીષાએ ખામોશી ફિલ્મ સાથે કરી હતી. બંને એક-બીજાના સારા મિત્ર છે.

હિમેશ રેશમિયા
બૉલીવુડના સિંગર અને એક્ટર હિમેશ રેશમિયાની કિસ્મતનો સિતારો ચમકાવવામાં સલમાનનો મોટો ફાળો છે. આજે હિમેશ જે મુકામે ઊભા છે, ત્યાં તેમને લાવવામાં હિમેશની પોતાની યોગ્યતા ઉપરાંત સલમાનના સાથનો પણ ફાળો છે. સલમાને પોતાની ફિલ્મોમાં હિમેશને સિંર બનાવી તેમની કિસ્મત બદલી નાંખી. નહીંતર એક સમય એવો આવ્યો હતો કે જ્યારે હિમેશ બૉલીવુડમાંથી પૂર્ણત્વે ગાયબ થવાના આરે હતાં.

પ્રીતિ ઝિંટા
ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટાએ બૉલીવુડમાં ખૂબ સફળતા મેળવી, પરંતુ તેમની કિસ્મતના સિતારાઓ પણ આજકાલ ફીકાં પડી ગયાં છે. સલમાન અને પ્રીતિએ એક સાથે ઘણી ફિલ્મો કરી છે અને બંને સારા મિત્રો પણ છે. સલમાને દરેક વખતે પ્રીતિની મુસીબતમાં તેમનો સાથ આપ્યો છે. પ્રીતિની ફિલ્મો જ્યારે ચાલતી નહોતી, ત્યારે પણ સલમાને તેમની સાથે ફિલ્મો કરી. તાજેતરમાં જ્યારે પ્રીતિએ પ્રથમ વાર દિગ્દર્શક તરીકે બૉલીવુડમાં કારકિર્દી શરૂ કરી, તો સલમાને તેમના કહેવા પર તેમની ફિલ્મમાં એક આયટમ સૉંગ પણ કર્યું.

કરિશ્મા કપૂર
આપણાં વ્હાલા લોલો એટલે કે કરિશ્મા કપૂર પણ સલમાનના સારા મિત્ર છે. સલમાને દર વખતે કરિશ્માની શક્ય તેટલી મદદ કરી. આજે ભલે કરિશ્મા નિષ્ક્રિય હોય, પરંતુ જ્યારે પણ કરિશ્માને મદદની જરૂર પડ છે, તેઓ સલમાન પાસે જ જાય છે. સલમાને કરિશ્મા સાથે ઘણી ફિલ્મો કરી છે. તેથી જ સલમાન આજે કરીના કપૂર માટે પણ નિકટના સ્વજન જેવા છે. સલમાન કરીનાને પોતાની બહેન પણ માને છે. કરીના કહે છે કે સલમાન કરિશ્માના સારા મિત્ર છે. તેથી તેઓ તેમને પણ ખૂબ ચાહે છે.

કમાલ ખાન
આજે ભલે પોતાની બેકારની વાતો માટે કમાલ ખાન ચર્ચામાં રહેવાના પ્રયત્નો કરતાં હોય, પરંતુ હકીકત તો એ છે કે સલમાને કાયમ તેમની મદદ કરી છે. કમાલ આજકાલ સલમાનની ફિલ્મો અંગે ઘણું બધું કહેતા રહે છે, પરંતુ સલમાને કમાલના ખરાબ સમયમાં તેમની ખૂબ મદદ કરી. એક સમય એવો હતો કે જ્યારે કમાલ ખાનને કોઈ ઓળખતું નહોતું, પરંતુ સલમાનના ભરોસે જ તેઓ બૉલીવુડમાં આજ સધી ટકેલાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
