Peta Award : જૅકલીન વુમૅન, તો જસ્ટિસ રાધાકૃષ્ણન મૅન ઑફ ધ ઈયર
મુંબઈ, 18 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીઝ પેટા તરફથી વુમૅન ઑફ ધ ઈયરના ઍવૉર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યાં છે, જ્યારે સુપ્રીમ કોર્ટના જજ કે એસ રાધાકૃષ્ણનને પશુઓની સલામતીમાં ફાળો આપવા બદલ પેટા ઇંડિયા દ્વારા મૅન ઑફ ધ ઈયર ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યાં છે.
પેટા યૂકેના દિગ્દર્શક મિમી બેખેચીએ જણાવ્યું કે ન્યાયાધીશ રાધાકૃષ્ણન તથા ફર્નાન્ડીઝ અમારા રોલ મૉડેલ છે, કારણ કે તેમણે પોતાના કાર્યો વડે પશુઓ પ્રત્યે સલામતી તથા કરુણા વ્યક્ત આ કાર્યને ચાલુ રાખ્યું કે જે આપણે સૌએ કરવું જોઇએ.
Congrats @Asli_Jacqueline being named as Women of The Year by PETA ! You deserved it👏 Keep protecting the animals 💕 pic.twitter.com/bzpnPT8u7a
— ❤️Only Jacqueline❤️ (@Myraazmel) December 12, 2014 પેટા ઇંડિયાએ જણાવ્યું કે જૅકલીને પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ કરતાં પશુ સંરક્ષણની પણ શિખામણ આપી છે. ભારતમાં ઘોડાઓનો ઉપયોગ ભાર વહન માટે કરાયે છે અને વિક્ટોરિયાના જમાનાથી જ સસલાઓ પર દર્દનાક કૉસ્મેટિક પરીક્ષણ કરાય છે.
જ્યારે જસ્ટિસ રાધાકૃષ્ણને એક એવા ગ્રુપની અધ્યક્ષતા કરી હતી કે જેણે પેટા ઇંડિયા તથા ભારતના પશુ કલ્યાણ બોર્ડના ટેકામાં મહત્વનો ફેંસલો સંભળાવતા એમ સ્પષ્ટ કર્યુ હતું કે જલ્લીકટ્ટૂ, આખલાઓની દોડ, આખલઓની લડાઈ કે અન્ય પ્રકારના પ્રદર્શનોમાં તેમનો ઉપયોગ નહીં કરવો જોઇએ તથા દરેક રીતે પ્રાણીઓને સંરક્ષણ આપવું જોઇએ.
તાજેતરમાં જ સલમાન ખાન સાથે કિક જેવી સુપર હિટ ફિલ્મનો ભાગ રહેલા જૅકલીન ફર્નાન્ડીઝ આ સન્માન પામી ખૂબ જ ખુશ છે.
જુઓ તસવીરો :

વુમૅન ઑફ ધ ઈયર
પેટા તરફથી જૅકલીન ફર્નાન્ડીઝને વુમૅન ઑફ ધ ઈયર ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

શ્રીલંકન સુંદરી
જૅકલીન ફર્નાન્ડીઝ શ્રીલંકન સુંદરી તરીકે જાણીતા છે.

સિક્વલ ગર્લ
જૅકલીનને લોકો એક સમયે બૉલીવુડના સિક્વલ ગર્લ કહેતા હતાં, કારણ કે તેમણે મોટાભાગની સિક્વલ્સમાં કામ કર્યું છે.

કિસ્મત ચમકી
જૅકલીન એમ તો બૉલીવુડમાં સંઘર્ષ કરી રહ્યા હતાં, પરંતુ તાજેતરમાં જ સલમાન ખાન સાથે કિકમાં લીડ રોલ કર્યા બાદ તેમની કિસ્મત ચમકી ગઈ છે.

રૉય
જૅકલીન ફર્નાન્ડીઝની આગામી ફિલ્મનું નામ રૉય છે કે જેમાં તેમના હીરો રણબીર કપૂર છે.












Click it and Unblock the Notifications
