Pics : અને શરૂ થઈ ગયું ‘ઇટ્સ એંટરટેનમેંટ’
મુંબઈ, 19 જૂન : સંવાદ લેખક જોડી સાજિદ-ફરહાદ હવે દિગ્દર્શક બની ગયાં છે. તેઓ લઈને આવી રહ્યાં છે ઇટ્સ એંટરટેનમેંટ કે જે એક હાસ્ય ફિલ્મ હશે. ફિલ્મમાં અક્ષય કુમાર તથા તમન્ના ભાટિયા લીડ રોલ કરી રહ્યાં છે. તાજેતરમાં જ ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું.
સાજિદ-ફરહાદ પોતાના દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશનો શ્રેય અક્ષય કુમારને આપી રહ્યાં છે કે જેમણે બંનેને દિગ્દર્શન માટે પ્રોત્સાહિત કર્યાં અને પોતે તેનો ભાગ પણ બન્યાં. સાજિદ-ફરહાદે ઇટ્સ એંટરટેનમેંટ ફિલ્મ માટે અક્ષયને સાઇન કર્યાં અને હવે તેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા વર્ષે 28મી માર્ચે રિલીઝ થશે. અક્ષય કુમાર અને તમન્ના ભાટિયા પ્રથમ વાર કોઈ ફિલ્મમાં આવી રહ્યાં છે. તમન્નાએ હિમ્મતવાલા ફિલ્મમાં અજય દેવગણ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. આ તેમની બીજી ફિલ્મ છે.
અક્ષય કુમાર એમ તો બૉલીવુડના ખેલાડી તરીકે જાણીતાં છે. તેમણે પોતાનું બૉલીવુડ કૅરિયર એક્શન હીરો તરીકે શરૂ કર્યુ હતું, પરંતુ બાદમાં તેઓ કૉમેડી ફિલ્મો કરવા લાગ્યાં અને તેના દ્વારા જ વધુ સફળતા મેળવી. ખાસ તો હેરાફેરી, ફિર હેરાફેરી, હાઉસફુલ, હાઉસફુલ 2, ગરમ મસાલા જેવી ફિલ્મોએ અક્ષયને કૉમેડીના સુપરસ્ટાર તરીકે સ્થાપિત કર્યાં છે.
આવો માણીએ ઇટ્સ એંટરટેનમેંટ ફિલ્મના મુહૂર્તની તસવીરી ઝલક.

અક્ષય-તમન્ના
અક્ષય કુમાર અને તમન્ના ભાટિયા પ્રથમ વાર કોઈ ફિલ્મમાં આવી રહ્યાં છે. તમન્નાએ હિમ્મતવાલા ફિલ્મમાં અજય દેવગણ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. આ તેમની બીજી ફિલ્મ છે.

અગ્રણીઓની હાજરી
ફિલ્મના મુહૂર્ત પ્રસંગે સાજિદ-ફરહાદ સાથે રમેશ તૌરાની તથા વિકાસ મોહન પણ હાજર રહ્યા હતાં.

શ્રેયસ-ફરહાદ
મુહૂર્ત પ્રસંગે શ્રેયસ તળપદે તથા ફરાહદ એક-બીજાને ભેંટતાં.

અક્ષય ગૉડ ફાધર-સાજિદ
સાજિદે જણાવ્યું - હું કહેવા માંગીશ કે અક્ષય અમારા ગૉડ ફાધર છે. તેઓ એવી શખ્સિયત છે કે જેમણે અમને દિગ્દર્શન માટે પ્રોત્સાહિત કર્યાં. અમે આ વાતથી ખુશ છીએ કે પ્રથમ ફિલ્મમાં અમે અક્ષય કુમારને દિગ્દર્શિત કરીશું. તેનું શૂટિંગ જુલાઈમાં શરૂ થશે અને સપ્ટેમ્બરના અંત સુધી ફિલ્મનું શૂટિંગ બૅંકૉકમાં થશે. આ બે માસ દરમિયાન ફિલ્મ મોટાભાગે શૂટ થશે.

મનોરંજક ફિલ્મ હશે-ફરહાદ
ઇટ્સ એંટરટેનમેંટ ફિલ્મના ટાઇટલ અંગે ફરહાદે જણાવ્યું - આ એક પૂર્ણત્વે મનોરંજક ફિલ્મ હશે. આ એક વ્યાવસાયિક ફિલ્મ છે. અમને આશા છે કે દર્શકો અમે બંનેને દિગ્દર્શકો તરીકે સ્વીકારશે. ફિલ્મના અન્ય કલાકારોમાં પ્રકાશ રાજૂ, સોનૂ સૂદ તથા મિથુન ચક્રવર્તીનો પણ સમાવેશ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
