શું..? હવે ઉમરાવ જાન પણ કરશે આયટમ સૉંગ
મુંબઈ, 24 જાન્યુઆરી : ચોંકી ગયા? ચોંકવાની જરૂર નથી. શીર્ષક એક દમ યોગ્ય જ છે. સૌંદર્ય મૂર્તિ રેખા મૅડમ હવે આયટમ નંબર જેવો કામોત્તેજક ડાંસ કરનાર છે. હકીકતમાં એક ફિલ્મ આવી રહી છે સુપર નાની. તેમાં રેખા સુપર નાનીના રોલમાં જ છે.

ઇન્દ્ર કુમાર દિગ્દર્શિત સુપર નાની ફિલ્મમાં રેખા સુપર નાની બન્યાં છે શરમન જોશીના, પરંતુ શરમનના આ નાની પીઢ નહીં, પણ ખૂબ હૉટ અને બિંદાસ્ત છે. તેથી તેને લટકાં-ઝટકાં પણ આવવા જોઇએ. એટલા માટે જ રેખા સુપર નાની ફિલ્મમાં આયટમ નંબર જેવો ડાંસ કરતાં નજરે પડશે. જોકે આ આયટમ સૉંગમાં ગ્લૅમર તો હશે, પણ અશ્લીલતા નહીં હોય. આયટમ સૉંગમાં મસ્તીનો મસાલો પણ હશે. આ ગીત કોરિયોગ્રાફ કરી રહ્યાં છે શબીના ખાન કે જેઓ આ ગીત 25મી જાન્યુઆરીના રોજ શુટ કરશે. ફિલ્મ મહિલા સશક્તીકરણ ઉપર આધારિત છે કે જેમાં નાની અને તેના દોહિત્ર વચ્ચે મધુર સંબંધો દર્શાવાયાં છે.
નોંધનીય છે કે આ અગાઉ બૉલીવુડના ઉમરાવ જાને ફિલ્મ પરિણીતામાં કૅબરે ડાંસ કર્યો હતો. તેમાં કોઈ શંકા નથી કે રેખા એક બહેતરીનડાંસર છે અને તેમની ઉપર ઉંમર હાવી નથી. લાંબા ગાળા બાદ રેખા કોઈ હિન્દી ફિલ્મમાં દેખાનાર છે. આજે પણ લોકો તેમની આંખોની મસ્તીના દીવાના છે, તેમના હુશ્નના વખાણ કરે છે. એ જોવું રસપ્રદ રહેશે કે 70 વર્ષીય અમિતાભ બચ્ચની જેમ 58 વર્ષીય રેખા પણ ફરી એક વાર પોતાના લટકાં-ઝટકાં દ્વારા લોકોને પોતાનું ઘેલુ લગાડવામાં સફળ થાય છે કે કેમ? હાલ તો લોકોને આ ફિલ્મનો ઇંતેજાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
