Pics : આયટમ સૉંગ કરવું સરળ નથી : નરગિસ
મુંબઈ, 3 ઑગસ્ટ : રૉકસ્ટાર ગર્લ નરગિસ ફખરી શાહિદ કપૂરની આગામી ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોમાં એક આયટમ સૉંગમાં નજરે પડવાનાં છે. ફિલ્મમાં ઇલિયાના ડીક્રૂઝ નાયિકા છે.
જોકે આયટમ સૉંગના અનુભવ અંગે નરગિસે જણાવ્યું - આયટમ સૉંગ કરવું આટલું સરળ નથી હોતું કે જેટલું પડદા ઉપર દેખાય છે. નરગિસ ફખરીએ તાજેતરમાં જ હાય! બ્લિટ્ઝ મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. નરગિસે આ મૅગેઝનના કવર પેજનું અનાવરણ કરતાં જમાવ્યું કે આયટમ સૉંગ કરવું મજેદાર અનુભવ હતું, પણ આ એટલું સરળ નથી હોતું કે જેટલું પડદા ઉપર દેખાય છે. તેમાં ખૂબ મહેનત લાગે છે. આ બધુ એવું નથી કે જેવું હું વિચારતી હતી.
નરગિસે જણાવ્યું - મને આયટમ સૉંગ જોવામાં મજા આવે છે, પણ જ્યારે કરવાનો વખત આવ્યો, ત્યારે જાણ્યું કે આ કેટલું મુશ્કેલ કામ છે, પણ સરવાળે આયટમ સૉંગ કરવાનો અનુભવ સારો રહ્યો.
રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મના એક આયટમ સૉંગમાં નરગિસ ફખરી ફિલ્મના હીરો શાહિદ કપૂર સાથે ડાન્સ કરતાં દેખાશે. ફિલ્મના નાયિકા ઇલિયાના ડીક્રૂઝ છે. ફિલ્મ 23મી ઑગસ્ટે રિલીઝ થવાની છે. ઉપરાંત નરગિસની લીડ રોલ ધરાવતી ફિલ્મ મદ્રાસ કૅફે પણ આવી રહે છે કે જેમાં હીરો જ્હૉન અબ્રાહમ છે.
આવો તસવીરો સાથે જોઇએ-જાણીએ વધુ વિગતો :

હાય! બ્લિટ્ઝ માટે ફોટોશૂટ
તાજેતરમાં જ હાય! બ્લિટ્ઝ મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવનાર નરગિર ફખરીએ મૅગેઝીનના કવર પેજનું અનાવરણ કરતાં આયટમ સૉંગ અંગે પોતાના અનુભવો શૅર કર્યાં.

શાહિદ સાથે ઠુમકાં
નરગિસ ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મમાં એક આયટમ સૉંગ કરી રહ્યાં છે કે જેમાં તેઓ શાહિદ કપૂર સાથે ડાન્સ કરશે.

મદ્રાસ કૅફે
નરગિસ ફખરી ટુંકમાં જ મદ્રાસ કૅફેમાં લીડ રોલમાં દેખાશે. ફિલ્મમાં તેમના હીરો જ્હૉન અબ્રાહમ છે.

આસાન નથી આયટમ સૉંગ
નરગિસે જણાવ્યું - આયટમ સૉંગ કરવું મજેદાર અનુભવ હતો, પણ આ એટલું સરળ નથી હોતું કે જેટલું પડદા ઉપર દેખાય છે. તેમાં ખૂબ મહેનત લાગે છે. આ બધુ એવું નથી કે જેવું હું વિચારતી હતી.

મૈં તેરા હીરો
નરગિસ એકતા કપૂરની મૈં તેરા હીરો ફિલ્મમાં પણ કામ કરી રહ્યાં છે કે જેમાં તેમના હીરો વરુણ ધવન હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
