રાજનીતિમાં એન્ટ્રી કરવા જઈ રહી છે કૃતિ સેનન? જાણો શું કહ્યું અભિનેત્રીએ?
લોકસભા ચૂંટણી સાથે સાથે બોલિવૂડની હસીનાઓની પણ ખુબ ચર્ચા છે. એક તરફ કંગના રનૌત ચૂંટણીના મેદાનમાં ઉતરી ચુકી છે ત્યારે હવે વધુ એક હસીના રાજનીતિમાં આવી શકે છે.
હાલમાં જો બોલિવૂડમાંથી કંગના રનૌત અને ગોવિંદાએ રાજનીતિમાં એન્ટ્રી કરી છે ત્યારે હવે સમાચાર છે કે બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન પણ રાજનીતિમાં આવી શકે છે.

કૃતિ સેનન તેની ફિલ્મ ક્રુ' માટે સમાચારોમાં છે, ફિલ્મ 29 માર્ચે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કૃતિ સેનનની સાથે તબ્બુ, કરીના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કપિલ શર્મા પણ જોવા મળશે.
જણાવી દઈએ કે કૃતિ સેનન હાલમાં જ ટાઈમ્સ નાઉ સમિટમાં હાજર રહી હતી. અહીં તેને પૂછવામાં આવ્યું કે શું તે પણ કંગના રનૌતની જેમ રાજકારણમાં આવવાનું વિચારી રહી છે?
આ સવાલના જવાબમાં કૃતિ સેનને કહ્યું કે, મેં આ વિશે ક્યારેય વિચાર્યું નથી. હું ક્યારેય વિચારતી નથી કે હું આ અથવા તે કરીશ સિવાય કે તે અંદરથી આવે અથવા મને તેના વિશે મજબૂત લાગણી ન હોય. જો કોઈ દિવસ મારા હૃદયમાં એવું આવે કે હું કંઈક વધુ કરવા માંગુ છું, તો કદાચ હું આવું વિચારી શકું.
જણાવી દઈએ કે, અભિનેત્રી કંગના રનૌતને ભાજપની ટિકીટ પર હિમાચલ પ્રદેશની મંડી સીટથી લોકસભા ચૂંટણી લડશે. અભિનેતા ગોવિંદાએ પણ રાજકારણમાં પાછા ફરવાની જાહેરાત કરી છે. હાલમાં જ તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા. અટકળો ચાલી રહી છે કે ગોવિંદા આ વખતે લોકસભાની ચૂંટણી લડી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
