રજનીકાંત પર લાગ્યો પોસ્ટર ચોરીનો આરોપ, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં....
રજનીકાંતની ફિલ્મ કબાલી અને ઇરફાન ખાનની ફિલ્મ મદારી બંને ફિલ્મ 15 જુલાઈએ રિલીઝ થવાની છે. હાલમાં જ મદારી ફિલ્મના પ્રમોશન દરમિયાન ઇરફાન ખાને કબાલી પર પોસ્ટર ચોરીનો આરોપ લગાવ્યો.
પ્રમોશન દરમિયાન ઇરફાન ખાને કહ્યું કે તેમને જોયું કે રજનીકાંત ની ફિલ્મ કબાલીએ તેમની ફિલ્મ મદારીનું પોસ્ટર ચોરી કર્યું. તમે મારી ફિલ્મનું પોસ્ટર જુઓ અને તેમની ફિલ્મનું પોસ્ટર જુઓ. પરંતુ કોઈ જ વાત નહીં તેમની ફિલ્મ પણ જુઓ અને મારી ફિલ્મ પણ જુઓ.
તમે બંને ફિલ્મનું પોસ્ટર જોઈ શકો છો તમે ક્યાંક ને ક્યાંક ઇરફાન ખાન ની વાતથી સહમત થશો કે કબાલીનું પોસ્ટર ઘણું બધું મદારીના પોસ્ટર સાથે મળતું આવશે. પરંતુ આ પહેલી વાર નથી કે કોઈ ફિલ્મનું પોસ્ટર ચોરી કરવામાં આવ્યું હોય આ પહેલા પણ ઘણી ફિલ્મોના પોસ્ટર બીજી ફિલ્મોમાંથી લઈ લેવામાં આવ્યા છે.
જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં....

કબાલી
તમે ક્યાંક ને ક્યાંક ઇરફાન ખાન ની વાતથી સહમત થશો કે કબાલીનું પોસ્ટર ઘણું બધું મદારીના પોસ્ટર સાથે મળતું આવશે.

પીકે
પીકેના પોસ્ટરમાં જે રીતે આમિર ખાન નજરે પડે છે, બરાબર તેવી જ રીતે 1973માં પોર્ટુગીઝ મ્યુઝિસિયન ક્યુઇમ બૅરિયર્સે પોતાના આલબમને પ્રમોટ કર્યુ હતું.

જિસ્મ 2
ભટ્ટ કૅમ્પની જિસ્મ 2 ફિલ્મનું આ હૉટેસ્ટ પોસ્ટર કે જેના દ્વારા ફિલ્મ પ્રત્યે લોકોને આકર્ષવાના કોશિશ કરાઈ. આ પોસ્ટર 2010માં આવેલી હૉલીવુડ ફિલ્મ સ્કિનના પોસ્ટરની કૉપી છે.

હીરોઇન
કરીના કપૂરની હીરોઇન ફિલ્મનું પોસ્ટર હૉલીવુડ ફિલ્મ ધ લાસ્ટ ફ્લૅમિંગોઝ ઑફ બૉમ્બેમાંથી પ્રેરિત છે.

રાઉડી રાઠોડ
અક્ષય કુમાર-સોનાક્ષી સિન્હા અભિનીત રાઉડી રાઠોડ ફિલ્મનું આ પોસ્ટર ધ રિપ્લેસમેંટ કિલર્સ નામની હૉલીવુડ ફિલ્મમાંથી ઉઠાવાયેલું છે.

મર્ડર 3
ભટ્ટ કૅમ્પની મર્ડર 3 ફિલ્મનું આ હૉટ અને થ્રિલ ઉપજાવતું પોસ્ટર હૉલીવુડ ફિલ્મ જેનિફર્સ બૉડી ફિલ્મના પોસ્ટરમાંથી આબેહૂબ ઉઠાવી લેવાયું છે.

દ્રોણ
બૉલીવુડ ફિલ્મ દ્રોણનું પોસ્ટર હૉલીવુડની ફિલ્મ પ્રિંસ ઑફ પર્સિયા ગેમમાંથી પ્રેરિત છે.

અતિથિ તુમ કબ જાઓગે
અજય દેવગણ અને પરેશ રાવલ અભિનીત વ્યંગ્યાત્મક અતિથિ તુમ કબ જાઓગેનું પોસ્ટર 2007માં આવેલી હૉલીવુડ ફિલ્મ લાઇસેંસ ઑફ વેડમાંથી પ્રેરિત છે.

હલચલ
અક્ષય ખન્નાની ફિલ્મ હલચલનું પોસ્ટર 2002માં આવેલી હૉલીવુડ ફિલ્મ માય બિગ ફૅટ ગ્રીક વેડિંગમાંથી ઉઠાવાયેલું લાગે છે.

અંજાના અંજાની
રણબીર કપૂર તથા પ્રિયંકા ચોપરાની અંજાના અંજાની ફિલ્મનું પોસ્ટર હૉલીવુડની 2009માં આવેલી એન એજ્યુકેશન ફિલ્મમાંથી પ્રેરિત છે.

હિસ્સ
મલ્લિકા શેરાવતના લીડ રોલ વાળી ફિલ્મ હિસ્સનું પોસ્ટર 2004માં આવેલી હૉલીવુડ ફિલ્મ કિંગ આર્થરમાંથી ઉઠાવાયેલું છે.

અગલી ઔર પગલી
બૉલીવુડ ફિલ્મ અગલી ઔર પગલીનું પોસ્ટર ટેલીવિઝન સિરીઝ (2006-2010) ટિલ ડેથમાંથી પ્રેરિત છે.

મૌસમ
સોનમ કપૂર તથા શાહિદ કપૂરની સુપર ફ્લૉપ ફિલ્મ મૌસમનું પોસ્ટર હૉલીવુડની સુપરહિટ ફિલ્મ ટાઇટૅનિક ફિલ્મમાંથી પ્રેરિત છે. ટાઇટૅનિક ફિલ્મ 1997માં આવી હતી.

મર્ડર 2
ભટ્ટ કૅમ્પની મર્ડર 2 ફિલ્મનું પોસ્ટર 2009માં આવેલી હૉલીવુડ ફિલ્મ એંટી ક્રિસ્ટમાંથી ઉઠાવાયેલું છે.

ઝિંદગી ના મિલેગી દોબારા
હૃતિક રોશન અને ઐશ્વર્યા રાયની ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મનું પોસ્ટર હૉલીવુડની 2005માં આવેલી ફિલ્મ લૉર્ડ્સ ઑફ ડૉગટાઉનમાંથી પ્રેરિત છે.

રા વન
શાહરુખ ખાનની મોટા બજેટની ફિલ્મ રા વનનું પોસ્ટર પણ હૉલીવુડની 2005માં આવેલી ફિલ્મ બૅટમૅનમાંથી પ્રેરિત હતું.

ધૂમ 3
આમિર ખાનની જ વધુ એક ફિલ્મ ધૂમ 3નું પોસ્ટર હૉલીવુડ ફિલ્મ ધ ડાર્ક નાઇટથી ઇંસ્પાર્યડ હતું.

ગઝની
ગઝની ફિલ્મનું પોસ્ટર પણ મોમેંટોથી પ્રેરિત હતું.

તલાશ
આમિરની જ ફિલ્મ તલાશનું પોસ્ટર મિસન ઇમ્પૉસિબલ ઘોસ્ટ પ્રોટોકોલથી પ્રેરિત હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
