અનુરાગ કશ્યપની ગંદી હરકતો વિશે બધુ જાણે છે ઈરફાન પઠાણઃ પાયલ ઘોષ
અભિનેત્રી પાયલ ઘોષે હવે દાવો કર્યો છે કે તેણે અનુરાગના ગંદા વ્યવહાર વિશે પોતાના મિત્ર અને ક્રિકેટર ઈરફાન પઠાણને જણાવ્યુ હતુ
નવી દિલ્લીઃ જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યમ પર યૌન શોષણનો આરોપ લગાવવા અને બાદમાં તેમની સામે રેપનો કેસ કરનાર અભિનેત્રી પાયલ ઘોષે હવે દાવો કર્યો છે કે તેણે અનુરાગના ગંદા વ્યવહાર વિશે પોતાના મિત્ર અને ક્રિકેટર ઈરફાન પઠાણને જણાવ્યુ હતુ અને તેને આશા હતી કે ઈરફાન તેની મદદ કરશે પરંતુ તે ચૂપ થઈ ગયા. જો કે રેપવાળી વાત તેણે ઈરફાનને નહોતી કહી.

મે ઈરફાનને બધુ કહ્યુ હતુઃ પાયલ ઘોષ
પાયલે આ વિશે એક ટ્વિટ કર્યુ છે જેમાં તેણે સ્પષ્ટ લખ્યુ છે કે મે મારા દોસ્ત ઈરફાન પઠાણને એ નહોતુ જણાવ્યુ કે અનુરાગ કશ્યપે મારો રેપ કર્યો હતો પરંતુ તેમની સાથે થયેલી વાતચીત વિશે મે ઈરફાનને બધુ કહ્યુ હતુ, તેને બધી ખબર છે પરંતુ તે અત્યારે કંઈ બોલતા નથી, તે મારા સારા દોસ્ત હોવાનો દાવો કરે છે પરંતુ મને લાગે છે કે તે આ વિશે ટૂંક સમયમાં બધાને બતાવશે. આ સાથે જ પાયલ ઘોષે પોતાનો અને ઈરફાનનો એક ફોટો પણ શેર કર્યો છે.

'ઈરફાનની સામે જ આવ્યા હતા અનુરાગના મેસેજ'
પાયલે આગળ લખ્યુ છે કે વર્ષ 2014માં હોળીના એક દિવસ પહેલા અનુરાગ કશ્યપે મને મેસેજ કર્યો હતો, તે મને તેમના ઘરે બોલાવી રહ્યા હતા, એ વખતે ઈરફાન મારા ઘરે જ હતા અને તેમની સામે જ મેસેજ આવ્યો હતો પરંતુ મે ઈરફાનને કહ્યુ હતુ કે હું વીનિત જૈનના ઘરે જઈ રહી છુ, અનુરાગના નહિ, આશા રાખુ છુ કે તેમને તે યાદ હશે અને તે ટૂંક સમયમાં લોકો સામે સત્ય લાવશે.

'મારી હત્યા થઈ શકે છે માટે મને જોઈએ વાય કેટેગરીની સુરક્ષા'
તમને જણાવી દઈએ કે આ પહેલા પાયલ ઘોષે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને પત્ર લખીને પોતાના વકીલ અને પોતાના માટે વાય કેટેગરીની સુરક્ષા આપવાની માંગ કરી હતી કારણકે તેને લાગે છે કે તેની હત્યા થઈ શકે છે. આ પહેલા પણ પોતાની સુરક્ષા માટે પાયલ ઘોષે એક ટ્વિટ કર્યુ હતુ જેમાં તેણે લખ્યુ હતુ કે 'મિસ્ટર અનુરાગ કશ્યપ સામે મે એક જાણીતા પોર્ટલને આ ઘટના સાથે જોડાયલ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને બાદમાં મને ખબર પડી કે તેને આના માટે ખુદ કશ્યપની મંજૂરી જોઈતી હતી. ભારત, જો હું છત પર લટકેલી મળુ તો યાદ રાખજો કે મે સુસાઈડ નહિ કરી હોય.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
