પ્રિયા પ્રકાશ વૉરિયરે ફરીથી શેર કર્યો આંખ મારતો વીડિયો, ફેન્સ થયા ક્રેઝી
ઈન્ટરનેટ સેન્સેશન બનેલી પ્રિયા પ્રકાશે ફરીથી એક વાર પોતાનો એ જ કાતિલ અંદાજ પુનરાવર્તિત કર્યો છે.
પ્રિયા પ્રકાશ વૉરિયરનુ નામ લેતા જ આંખોની સામે એ છોકરીનો ચહેરો આવી જાય છે જેણે આંખ મારવાના અંદાજથી ખબર નહિ કેટલા લોકોને ઘાયલ કરી દીધા હતા. ઈન્ટરનેટ સેન્સેશન બનેલી પ્રિયા પ્રકાશે ફરીથી એક વાર પોતાનો એ જ કાતિલ અંદાજ પુનરાવર્તિત કર્યો છે. તેણે વર્ષ 2019ના છેલ્લા દિવસે પોતાના ચાહકો માટે ફરીથી આંખ મારતો વીડિયો શેર કર્યો જે જોતજોતામાં વાયરલ થઈ ગયો છે. પ્રિયાના આ વીડિયોને ઘણા લોકો શેર કરી રહ્યા છે.
— Renu chouhan (@Renu7chouhan) 31 December 2019 |
પ્રિયા પ્રકાશ વૉરિયરે ફરીથી મારી આંખ
તમને જણાવી દઈએ કે બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પ્રિયા પ્રકાશને એક ચેલેન્જ કરીને આંખ મારતો વીડિયો શેર કર્યો હતો. દીપિકા પાદુકોણે પોતાની આવનારી ફિલ્મ ‘છપાક'ના શૂટ દરમિયાન પ્રિયા પ્રકાશ વૉરિયરના અંદાજમાં આંખ મારતી દેખાઈ રહી હતી.

પ્રિયા પ્રકાશે જીત્યા હતા લાખો લોકોના દિલ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં વેલેન્ટાઈન વીક પર વાયરલ થયેલા એક વીડિયોએ રેકોર્ડ તોડી દીધો હતો, મલયાલી ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનાર પ્રિયા હવે એક ફેમસ સ્ટાર બની ચૂકી છે. પ્રિયા પ્રકાશે પોતાના ઈન્સ્ટાગ્રામ પર મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ'ના ગીત ‘Manikya Malaraya Poovi'નો એક નાનો વીડિયો શેર કર્યો હતો, આ ફિલ્મ કોલેજ લાઈફ પર આધારિત હતી.

નેશનલ ક્રશ બની હતી પ્રિયા પ્રકાશ
વીડિયોમાં પ્રિયા પ્રકાશ અને તેના સાથી રોશનને બતાવવામાં આવ્યા હતા. પ્રિયાનો આ વીડિયો આવતા જ તેણે બધા રેકોર્ડ તોડી દીધા હતા. રાતોરાત વાયરલ થયેલા આ વીડિયોમાં પ્રિયાને સોશિયલ મીડિયાની સૌથી મોટી સ્ટાર બનાવી દીધી હતી. યુવાઓએ તેને નેશનલ ક્રશ જાહેર કરી દીધી હતી. દરેક જણ બસ પ્રિયા વિશે જાણવા ઈચ્છતા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
