પુણ્યતિથિ વિશેષ : શહેંશાહ-એ-તરન્નુમ રફી સાહેબના ટૉપ 10 Songs
મુંબઈ, 31 જુલાઈ : સુરોના સરતાજ મોહમ્મદ રફીની આજે પુણ્યતિથિ છે. શહેંશાહ-એ-તરન્નુમ કહેવાતા રફી સાહેબ આજે પણ લોકોના દિલોમાં જીવે છે. હિન્દી સિનેમામાં આજ સુધી કોઈ પણ એવો ગાયક નથી પાક્યો કે જે રફી સાહેબ કરતા આગળ નિકળી શક્યો હોય. દરેક ગાયક રફી સાહેબ જેવો બનવા માંગે છે. આજે પણ આખો દેશ તેમના દ્વારા ગયાવેલા ગીતો પર ઝૂમી ઉઠે છે.
સંગીતના પુરોધાઓ કહે છે કે બૉલીવુડમાં ક્યારેક કે એલ સહેગલ, પંકજ મલિક, કે સી ડે સહિત ગાયકો પાસે શાસ્ત્રીય ગાયનનો વારસો હતો, સંગીતની સમજણ હતી, પણ નહોતો તો માત્ર તે અવાજ કે જે રફી પાસે હતો. સને 1952માં આવેલી બૈજૂ બાવરા ફિલ્મથી રફી સાહેબે પોતાની સ્વતંત્ર ઓળખ બનાવી.
1965માં પદ્મશ્રીથી સન્માનિત રફી સાહેબને 6 વખત ફિલ્મફૅર ઍવૉર્ડ મળી ચુક્યો છે. સંગીતના જાણકારો કહે છે કે કે એલ સહેગલ, પંકજ મલિક, કે સી ડે જેવા ગાયકો પાસે શાસ્ત્રીય ગાયનનો વારસો અને સંગીતની સમજણ તો હતી, પણ અવાજની તે વિવિધતા નહોતી કે જે એક પાર્શ્વગાયકને પરિપૂર્ણ બનાવે છે. આ ખામી પૂરી રફીએ.
સને 1962માં રિલીઝ થયેલી બૈજૂ બાવરા ફિલ્મ દ્વારા સ્વતંત્ર ઓળખ સ્થાપિત કરનાર રફી પછી તો નૌશાદના મનપસંદ ગાયક બની ગયાં. મહોમ્મદ રફીએ નૌશાદ 149 ગીતો ગાયા કે જેમાંના 81 એકલ હતાં. બાદમાં રફીએ પાછુ વળીને જોયુ નહીં અને હિન્દી ફિલ્મ જગતના તમામ ધુરંધર સંગીતકારોએ તેમના જાદુઈ અવાજને પોતાની ધુનોમાં
ઢાળ્યો. તેમાં શ્યામ સુંદર, હસનલાલ ભગતરામ, ફિરોજ નિઝામી, રોશનલાલ નાગર, સી રામચંદ રવિ, લક્ષ્મીકાંત પ્યારેલાલ, ઓ પી નૈયર, શંકર જયકિશન, સચિન દેવ બર્મન, કલ્યાણજી આણંદજી વિગેરેનો સમાવેશ થતો હતો.
ચાલો રફીની પુણ્યતિથિએ જોઇએ તેમના ટૉપ 10 યાદગાર ગીતોની ઝલક :

વો જબ યાદ આયે બહુત યાદ આયે... (પારસમણિ)
1963માં રિલીઝ થયેલ ફિલ્મ વો જબ યાદ આયે બહુત યાદ આયેનું દિગ્દર્શન બાબુભાઈ મિસ્રીએ કર્યુ હતું કે જેઓ સિનેમેટૉગ્રાફીનો આધાર ગણાતા હતાં. આ ફિલ્મમાં મહિપાલ તથા ગીતાંજલિએ મુખ્ય ભૂમિકા ભજવીહતી. આ ફિલ્મના ગીત વો જબ યાદ આયે બહુત યાદ આયે...ને લતા અને રફીએ ગાયુ હતું. આ ગીત આજે પણ યાદગાર છે.

ચલો દિલદાર ચલો... (પાકિઝા)
કમલ અમરોહીની ફિલ્મ પાકિઝા કે મીના કુમારીની છેલ્લી ફિલ્મ હતી, માં લતા અને રફીએ અનેક ગીતો ગાયા. તેમાંનુ એક ગીત ચલો દિલ દાલ ચલો... ખૂબ હિટ થયુ હતું.

એક ઘર બનાઉંગા... (તેરે ઘર કે સામને)
દેવ આનંદ તથા નૂતનની ફિલ્મ તેરે ઘર કે સામનેનું દિગ્દર્શન દેવના ભાઈ વિજય આનંદે કર્યુ હતું. આ ફિલ્મનું ગીત એક ઘર બનાઉંગા તેરે ઘર કે સામને... આજે પણ કર્ણપ્રિય છે કે જેમાં અવાજ રફીનો હતો.

યૂં હી તુમ મુઝસે બાત કરતી હો... (સચ્ચા ઝૂઠા)
મનમોહન દેસાઈ દિગ્દર્શિત સચ્ચા ઝૂઠામાં રાજેશ ખન્નાએ ડબલ રોલ કર્યો હતો. રાજેશ સાથે મુમતાઝ મુખ્ય ભૂમિકામાં હતાં. યૂં હી તુમ મુઝસે બાત કરતી હો... ગીત રફીના અવાજમાં અમર થઈ ચુક્યુ છે.

જો વાદા કિયા... (તાજ મહેલ)
1963માં રિલીઝ થયેલ તાજ મહેલ ફિલ્મમાં પ્રદીપ કુમાર, બીના રાય, વીના તથા રહેમાન મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મનું ગીત જો વાદા કિયા વો નિભાના પડેગા... આજે પણ ફૅવરિટ ગીત છે.

તેરી બિંદિયા રે... (અભિમાન)
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચચની ફિલ્મ અભિમાન હિટ હતી અને તેના કરતા ગીતો વધુ હિટ હતાં. રફી અને લતાના અવાજ વાળું તેરી બિંદિયા રે... ખૂબ જ હિટ હતું.

દિલ તેરા દીવાના હૈ સનમ... (દિલ તેરા દીવાના હૈ સનમ)
દિલ તેરા દીવાના હૈ સનમનું આ ટાઇટલ ગીત આજે પણ લોકો ગણગણે છે કે જેમાં રફી સાહેબના ગળાનો છણકાર સંભળાય છે.

કિતના પ્યારા વાદા હૈ... (કારવાં)
કારવાં ફિલ્મના તમામ ગીતો આજે પણ વારંવાર સાંભળવા ગમે છે કે જેની પાછળ રફી સાહેબનો જાદુઈ અવાજ હતો.

શિરડી વાલે સાઈ બાબા... (અમર અકબર એન્થૉની)
અમર અકબર એન્થૉની ફિલ્મનું ગીત શિરડી વાલે સાઈ બાબા... આજે પણ એવરગ્રીન છે. આવો ભજન ક્યારેય બન્યો નથી ને બનશે પણ નહીં. રફીનો અવાજ હતો ભાઈ.

દર્દ એ દિલ... (કર્ઝ)
એંસીના દાયકામાં જ્યારે કિશોર કુમાર રફી સાહેબને ટક્કર આપવા લાગ્યા હતાં, ત્યારે રફી સાહેબે કર્ઝ ફિલ્મનું હિટ ગીત દર્દ એ દિલ... ગાઈને સાબિત કર્યુ હતું કે અવાજ ક્યારેય વૃદ્ધ નથી થતો, તે હંમેશા યુવાન રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
