Pathaan ના વિરોધમાં થિયેટરમાં ઘુસીને પોસ્ટર ફાડ્યા, જાણો ક્યાંની છે ઘટના?
દીપિકાની ભગવા બિકીનીને લઈને હજુ પણ પઠાણનો વિરોધ યથાવત છે. ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ રહી છે ત્યારે મુંબઈમાં કેટલાક લુખ્ખા તત્વોએ થિયેટરમાં તોડફાડ કરી હતી.
આ દિવસોમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ Pathaan થિયેટરોમાં ધુમ મચાવી રહી છે. બ્લોકબસ્ટર સાબિત થયેલી Pathaan નો વિરોધ પણ યથાવત અને સતત નાની મોટી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હવે થિયેટરમાં ઘુસીને કેટલાક લોકોએ પોસ્ટર ફાડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

ફિલ્મના સોંગમાં દીપિકાની બિકીનીને લઈને વિવાદે ચડેલી પઠાણનો હજુ પણ વિરોધ યથાવત છે. જો કે તેના કારણે ફિલ્મને નુકસાન થવાની જગ્યાએ ફાયદો થઈ રહ્યો છે અને ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મના ધમાકેદાર પ્રદર્શન વચ્ચે રવિવારે કેટલાક લુખ્ખા તત્વોએ મુંબઈના એક થિયેટરમાં આતંક મચાવ્યો હતો. ફિલ્મના વિરોધમાં આ તત્વો થિયેટરમાં ઘુસ્યા હતા અને તોડફોડ કરી હતી.
મળી રહેલી વિગતો અનુસાર, ભગવા ઝંડા સાથે આ ભીડ થિયેટરમાં ઘુસી હતી અને આતંક મચાવ્યો હતો. આ તત્વો શાહરૂખ ખાન અને દીપિકાને લઈને નારેબાજી કરી રહ્યા હતા અને જય શ્રીરામના નારા લગાવીને થિયેટરમાં આતંક મચાવ્યો હતો.
આ તત્વો થિયેટરમાં અંદર નારા લગાવતા જોવા મળ્યા હતા અને પઠાણના પોસ્ટરને નુકસાન પહોંચાડ્યું હતું. જો કે આ તત્વો સ્ક્રીન સુધી પહોંચે તે પહેલા જ સુરક્ષા કર્મીઓએ રોકી દીધા હતા. અહીં તમને જણાવી દઈએ કે દીપિકાની ભગવા બિકીનીને કારણે કેટલાક લોકો સતત વિરોધ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
