ઈલિયાના ડિક્રૂજને થઈ આ ગંભીર બીમારી, યૂઝરે કહ્યું- ભૂતનો વડગાર
ઈલિયાના ડિક્રૂજને થઈ આ ગંભીર બીમારી, યૂઝરે કહ્યું- ભૂતનો વડગાર
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂજે પોતાના બૉયફ્રેન્ડ એન્ડ્ર્યૂ નીબોન સાથે બ્રેકઅપ થઈ ગયું અને બ્રેકઅપ બાદથી જ તે ચર્ચામાં બની રહી છે. બ્રેકઅપ બાદ ઈલિયાનાએ સોશિયલ મીડિયા પર પણ એન્ડ્ર્યૂ નીબોને અનફોલો કરી દીધો છે. આ બધાની વચ્ચે ઈલિયાના ડિક્રૂજને એક ગંભીર બીમારી થઈ ગઈ છે અને આ બીમારીનો ખુલાસો તેણે ખુદ ટ્વિટર પર કર્યો છે. જણાવી દઈએ કે ઈલિયાનાએ ટ્વીટ કરી જણાવ્યું કે તેને ઊંઘમાં ચાલવાની બીમારી થઈ ગઈ છે અને તેના કારણે તેના પગમાં ઘાવ થઈ જાય છે. ઈલિયાનાની આ બીમારીની ખબર સાંભળી તેના ફેન્સ પણ ચિંતિત થઈ ગયા છે.

સવારે મારા પગમાં સોજા થઈ જાય છે
ઈલિયાના ડિક્રૂજે ટ્વીટ કરતા જણાવ્યું કે, 'હવે હું આ વાત સંપૂર્ણપણે માની ચૂકી છું અને આશ્વસ્ત છું કે હું ઊંઘમાં ચાલું છું. સવારે ઉઠવા પર જ્યારે રહસ્યમય રીતે મારા પગમાં ઘાવ અથવા સોજા જોવા મળે છે તો આ વાત સમજવાની મારી પાસે બીજી કોઈ રીત નથી.' ઈલિયાના ડિક્રૂજનું આ ટ્વીટ જોઈ તેમના કેટલાક ફેન્સ પરેશાન થઈ ગયા છે અને તરત કોઈ ડૉક્ટરને મળવાની સલાહ આપી છે. જ્યારે તેના કેટલાક ફેન્સ તેને રૂમમાં ડોર આલાર્મ અને ઈનડોર કેમેરા લગાવવાની પણ સલાહ આપી રહ્યા છે.

યૂઝરે લખ્યું ભૂતની અસર હોય શકે
ઈલિયાના ડિક્રૂજના ટ્વીટ પર એક યૂઝરે લખ્યું, જ્યારે તમે ઉંઘીને ઉઠો છો તે ખુદને કોઈ અન્ય જગ્યાએ પામો અથવા એ જ જગ્યાએ જ્યાં તમેં ઉંઘ્યાં હતાં. જો તમે ખુદને અન્ય કોઈ જગ્યાએ પામો છો તો આ ઉંઘમાં ચાલવાની બીમારી છે, પરંતુ જો તમે જ્યાં ઉંઘો છો ત્યાં જ સવારે હોવ તો પછી તમે ભૂત-બાધાનો શિકાર છો. અન્ય એક યૂઝરે ટ્વીટ પર કોમેન્ટ કરી કે તમે ઉંઘતા પહેલા તમારા બિસ્તર અને ઓશિકાંને સરખી રીતે ચેક કરી લો.

જલદી જ આશે ઈલિયાનાની આ ફિલ્મ
જણાવી દઈએ કે ઈલિયાના ડિક્રૂજ હાલ અનીસ બજ્મીની ફિલ્મ પાગલપંતીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે જૉન અબ્રાહ્મ, અનિલ કપૂર, કૃતિ ખરબંદા અને ઉર્વશી રૌતેલા પણ કામ કરી રહ્યા છે. અગાઉ તે હાલમાં જ તેલુગૂ ફિલ્મ અમર અકબર એન્થની અને તે પહેલા બૉલીવુડ ફિલ્મ રેડમાં જોવા મળી હતી.

યૂઝરે વર્જિનિટીને લઈ સવાલ કર્યો
તાજેતરમાં જ ઈલિયાના ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે સોશિયલ મીડિયા પર એક યૂઝરે તેની વર્જિનિટીને લઈ સવાલ કર્યો હતો. સવાલના જવાબમાં ઈલિયાનાએ તે યૂઝરની બોલતી બંધ કરી દીધી હતી. જણાવી દઈએ કે ઈલિયાનાએ પોતાના ફેન્સ માટે 'કુછ ભી પૂછો' સેશન રાખ્યું હતું. આ દરમિયાન ઈલિયાનાને એક એવો સવાલ પૂછવામાં આવ્યો હતો જેનાથી તે નારાજ થઈ ગઈ હતી અને ઝડબાતોડ જવાબ આપ્યો. ઈલિયાનાએ જવાબ આપ્યો હતો કે, 'તારી મા શું કહેશે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
