IIFA 2022: અબૂ ધાબી પહોંચ્યા આ સ્ટાર્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકો છો અવૉર્ડ શો
આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડમી પુરસ્કાર એટલે કે ઈન્ટરનેશનલ ઈંડિયન ફિલ્મ એકેડમી અવૉર્ડઝ(IIFA)નો સમય આવી ચૂક્યો છે.
અબૂ ધાબીઃ બે વર્ષ પછી ફેન્સ અને સ્ટાર્સની આતુરતાનો હવે અંત આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડમી પુરસ્કાર એટલે કે ઈન્ટરનેશનલ ઈંડિયન ફિલ્મ એકેડમી અવૉર્ડઝ(IIFA)નો સમય આવી ચૂક્યો છે. કોવિડના કારણે બે વર્ષથી આ સેરેમની થઈ નહોતી. બૉલિવુડ સ્ટાર સલમાન ખાન, જેકલીન ફર્નાન્ડીસ, શાહિદ કપૂર અબૂ ધાબી પહોંચી ગયા છે. આ સેરેમની 3 અને 4 જૂન એટલે કે બે દિવસ ચાલશે. આવો જાણીએ, આ સેરેમની ક્યારે અને ક્યાં થશે તેમજ તેના હોસ્ટ અને પર્ફોર્મ કોણ કરશે.

ક્યારે અને ક્યાં થશે સેરેમની
તમને જણાવી દઈએ કે આ વર્ષના આઈફા એવોર્ડ્સ 3 અને 4 જૂનના રોજ યોજાવા જઈ રહ્યા છે. આ એવોર્ડ સમારંભ એતિહાદ એરેના, યાસ આઈલેન્ડ, અબુ ધાબી ખાતે યોજાઈ રહ્યો છે.
કોણ કરશે હોસ્ટ
આઈફાની મુખ્ય ઈવેન્ટ 4 જૂને યોજાશે જેનુ આયોજન સલમાન ખાન, રિતેશ દેશમુખ અને મનીષ પોલ કરશે. આઈફા રોક્સ ઈવેન્ટ 3 જૂને યોજાશે જેનુ આયોજન ફરાહ ખાન અને અપારશક્તિ ખુરાના કરશે.
આ સ્ટાર્સ કરશે પર્ફોર્મ
મેઈન આઈફા 2022 ઈવેન્ટમાં ઘણા સ્ટાર્સ જોવા મળશે. અભિષેક બચ્ચન, શાહિદ કપૂર, ટાઈગર શ્રોફ, કાર્તિક આર્યન, સારા અલી ખાન, અનન્યા પાંડે, દિવ્યા ખોસલા કુમાર અને નોરા ફતેહી પરફોર્મ કરતા જોવા મળશે. બીજી તરફ જ્યારે IIFA રોક્સની વાત આવે ત્યારે શ્રી દેવી પ્રસાદ, ગુરુ રંધાવા, હની સિંહ, નેહા કક્કડ, ધ્વની ભાનુશાલી, અસીસ કૌર અને એશ કિંગ તેમનો અવાજ આપશે.
જુઓ IIFA 2022નુ ગેસ્ટ લિસ્ટ
મિથુન ચક્રવર્તી, બોની કપૂર, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય બચ્ચન, લારા દત્તા, તમન્ના ભાટિયા, બોબી દેઓલ, ઉર્વશી રૌતેલા, અર્જુન રામપાલ, સાન્યા મલ્હોત્રા અને અન્ય સ્ટાર્સ આ સમારંભમાં હાજરી આપશે.
IIFA 2022ના અવૉર્ડ અને નોમિનેશન
બેસ્ટ એક્ટર એવોર્ડ (પુરુષ) વિશે વાત કરીએ તો રણવીર સિંહ, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા, ઈરફાન ખાન અને મનોજ બાજપેયી આ એવોર્ડ જીતી શકે છે. આ સાથે જો બેસ્ટ એક્ટર (સ્ત્રી) એવોર્ડની વાત કરીએ તો વિદ્યા બાલન, કૃતિ સેનન, સાન્યા મલ્હોત્રા, કિયારા અડવાણી અને તાપસી પન્નુ આ એવોર્ડ જીતી શકે છે.
બેસ્ટ ફિલ્મ
શેરશાહ, ધ ફિલ્મ, લુડો, તાનાજી ધ અનસંગ વોરિયર અને થપ્પડને બેસ્ટ ફિલ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
