Pics : ‘જો મહોબ્બત પર હોય ભરોસો, તો જરૂર જુઓ રાંઝણા’
જયપુર, 17 જૂન : આગામી 21મી જૂને રિલીઝ થનાર રાંઝણા ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. અભિનેતા ધનુષ તથા અભિનેત્રી સોનમ કપૂર અભિનીત રાંઝણા માટે આખી ફિલ્મની ટીમ પુરતા પ્રયત્નો કરી રહી છે કે જેથી દર્શકોનું ધ્યાન ફિલ્મ પ્રત્યે આકર્ષાય. જયપુરમાં એવા જ એક કાર્યક્રમમાં ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચેલા સોનમ-ધનુષે લોકોને જણાવ્યું કે જો આપને મહોબ્બત ઉપર ભરોસો હોય, તો આપ અમારી ફિલ્મ રાંઝણા જરૂર જુઓ, કારણ કે તે આપને ફરી એક વાર મહોબ્બત ઉપર ભરોસો કરવો શિખવાડશે.
રાંઝણા ફિલ્મના ગીતો માટે બંને સિતારાઓએ એ આર રહેમાનના મન મૂકીને વખાણ કર્યાં, તો સોનમ કપૂર કહે છે કે ફિલ્મના ગીત તુમ તક... અધ્યાત્મથી પરિપૂર્ણ છે. ધનુષ કહે છે કે આગીતમાં ખૂબ જ ગહેરાઈ છે. આગીતથી આપ સંસ્કૃતિને સમજી અને અનુભવી શકો છો.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો.

રહેમાને ભર્યું અધ્યાત્મ
સંગીતકાર એ આર રહેમાને ફિલમ રાંઝણાના ગીતો દ્વારા પુનઃ એક વાર પોતાનો જાદુ પાથર્યો છે અને ફિલ્મના મુખ્ય નાયિકા સોનમ કપૂરનું કહેવું છે કે રહેમાને ફિલ્મના તુમ તક... ગીતથી તેના સંગીતમાં અધ્યાત્મ ભરી દીધું છે.

અદ્ભુત છે રહેમાન
બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરના આ 28 વર્ષીય અભિનેત્રી પુત્રી સોનમે ગીત સાથે જોડાયેલ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું - તુમ તક... એક આધ્યાત્મિક ભજન જેવું ગીત લાગે છે. અધ્યાત્મ આ ગીતમાં એવી રીતે ભળ્યું છે કે જે આજના સમય અને યુગમાં લાવવાની યોગ્યતા માત્ર રહેમાન ધરાવે છે.

જયપુર ખાતે રાંઝણાનું પ્રમોશન
બંને કલાકારો હાલ તો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. જયપુર ખાતે પણ બંનેએ પુરજોશ પ્રમોશન કર્યું.

21મીએ થશે રિલીઝ
આનંદ એલ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મ રૂમાનિયતથી પરિપૂર્ણ છે. રાયે જણાવ્યું - હકીકતમાં રહેમાને તુમ તક.. ગીતમાં આખી ફિલ્મ નાંખી દીધી છે. ફિલ્મ 21મી જૂને રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અભય દેઓલ તથા સ્વરા ભાસ્કર પણ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
