પારિવારિક પૃષ્ઠભૂમિનો ફાયદો ક્યારેય ન મળ્યો : અયાન મુખર્જી
મુંબઈ, 7 મે : ભારતીય સિનેમાના અગ્રણી કલાકાર સશધર મુખર્જીના પૌત્ર તેમજ અભિનેતા દેબ મુખર્જીના પુત્ર અયાન મુખર્જી કહે છે કે તેઓ કોઈ કપૂર ખાનદાનમાંથી નહોતાં કે નથી તેમની પાસે બાળપણની યાદોમાં સિનેમા. તેઓ ફિલ્મ જગતમાં આવવા તેમજ પોતાનું સ્થાન બનાવવાની અપેક્ષા સેવતા અને સપના જોતાં મોટા થયાં છે.

અયાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું - મારા બાળપણની યાદોમાં ફિલ્મ જગત સાથે જોડાયેલી કોઈ યાદનો સમાવેશ થતો નથી, જ્યારે મારો પરિવાર શરુઆતથી જ ફિલ્મ જગત સાથે જોડાયેલો રહ્યો છે. મારા દાદાજી પોતાના જમાનાની જાણીતી ફિલ્મી હસ્તી હતાં. મારા પિતા દેબ મુખર્જી તેમજ કાકા જૉય મુખર્જી પણ અભિનેતા હતાં. આમ છતાં ફિલ્મ જગતમાં અમે એટલાં સફળ અને જાણીતા નહોતાં. હું ઋષિ કપૂરના પુત્રની જેમ મોટો નથી થયો.
અયાન હાલમાં યે જવાની હૈ દીવાની ફિલ્મના દિગ્દર્શનમાં વ્યસ્ત છે કે જેમાં રણબીર કપૂર તથા દીપિક પાદુકોણે મુખ્ય ભૂમિકામાં છે. અયાન મુખર્જીના દાદા સશધર ફિલ્માલય સ્ટુડિયોના માલિક હતાં તેમજ કાકા સોમૂ (અભિનેત્રી કાજોલ તેમજ તનીષા મુખર્જીના પિતા)એ સંગદિલ સનમ તથા પત્થર કે ઇંસાન જેવી ફિલ્મો બનાવી હતી, પરંતુ તે બહુ સફળ નહોતી રહી. બૉલીવુડમાં પોતાના સંઘર્ષના દિવસો યાદ કરી અયાન કહે છે - હું ફિલ્મી લોકો તેમજ મોટા ફિલ્મ નિર્માતાઓ-દિગ્દર્શકોના સમ્પર્કમાં નહોતો. ફિલ્મ જગત સાથે સંકળાયેલ પરિવારના એક બાળક તરીકે મને એટલું જ યાદ છે કે હું કાયમ ફિલ્મ જગતનો ભાગ બનવા માંગતો હતો. હું ફિલ્મ નિર્માતાઓ-દિગ્દર્શકોને મળવાની તક શોધતો હતો.
અયાન મુખર્જીએ કરણ જૌહરની ફિલ્મ નિર્માણ કમ્પની ધર્મા પ્રોડક્શન હેઠળ વેકઅપ સિડ ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતું કે જે સફળ રહી હતી. અયાન કહે છે કે બૉલીવુડમાં કોઈ પણ તકે કે સ્થાને તેમની પારિવારિક પૃષ્ઠભૂમિનો ફાયદો કે મદદ તેમને મળ્યા નહોતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
