રેકૉર્ડ તોડવામાં નહીં, દર્શકોને ચોંકાવવામાં રસ છે : આમિર ખાન
મુંબઈ, 19 સપ્ટેમ્બર : મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ 3માં વિલન બનેલા બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અને નિર્માતા આમિર ખાન કહે છે કે તેઓ તે અંગે બિલ્કુલ નથી વિચારી રહ્યાં કે કેટલા રેકૉર્ડ તૂટવાના છે.

અગાઉ કહેવાયુ હતું કે આમિરનો દાવો છે કે ધૂમ 3 શાહરુખ ખાન અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના બિઝનેસને પછાડી દેશે. આ અંગે પ્રત્યાઘાત આપતાં આમિરે જણાવ્યું - રેકૉર્ડ તોડવામાં મને રસ નથી. હું કલાકાર છું અને મારા દર્શકોના મનોરંજન, તેમને એક સારો સમય આપતા તથા લાગણીશીલ રીતે સંતુષ્ટ કરતા મને ઉંચાઈ હાસલ થશે. આમિરની છેલ્લી ફિલ્મ તલાશ બહુ નહોતી ચાલી શકી, પણ આમિરના અભિનયના વખાણ થયા હતાં. આમિરનું માનવું છે કે બૉક્સ ઑફિસની સફળતા દર્શકોની સંખ્યામાં નહીં, પણ તેમના વખાણ હાસલ કરવામાં સમાયેલી છે.
આમિરે જણાવ્યું - હું પોતાના દર્શકોનો પ્રેમ કમાવવા માંગુ છું. હું દર્શકોનો પ્રેમનો તરસ્યો છું. મને પોતાની જાતને પડકાર ફેંકવો ગમે છે. મને પોતાના દર્શકોને આશ્ચર્યચકિત કરતા સારૂ લાગે છે. એક ખાસ નૃત્યશૈલીની તાલીમ માટે એક માસ માટે ઑસ્ટ્રેલિયા ગેયલા આમિર ખાન તાજેતરમાં જ મુંબઈ પરત પર્યા છે. યશ રાજ ફિલ્મ્સના બૅનર હેઠળ બનેલી ધૂમ 3 ફિલ્મમાં અભિષેક બચ્ચન તથા કૅટરીના કૈફ તેમજ ઉદય ચોપરા પણ છે. ફિલ્મ 20મી ડિસેમ્બરે રિલીઝ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
