'હું મારા પિતા જેવુ મૃત્યુ ઈચ્છતો નથી', શાહરુખખાને કેમ આવી વાત કરી? શું થયુ હતુ શાહરુખ ખાનના પિતાને
Shah Rukh Khan: બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાનને દરરોજ એક નવી ધમકી મળી રહી છે, ત્યારે હવે બોલિવુડના કિંગખાન પણ ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં જ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ પરિસ્થિતિમાં હવે સલમાન ખાન બાદ હવે કિંગ ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાયપુરના એક વ્યક્તિએ કિંગ ખાનને ફોન કરીને ધમકી આપી હતી. આ વ્યક્તિનું નામ ફૈઝાન ખાન હોવાનું સામે આવ્યુ છે. શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફૈઝાન ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
શાહરુખ ખાને હજુ નથી કરી કોઈ ટિપ્પણી
સમગ્ર ઘટનામાં જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ પણ શાહરૂખ મૌન છે, જ્યારે મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરવા રાયપુર પહોંચી હતી, કિંગખાનને ધમકી આપવાના કેસમાં રાયપુરમાં રહેતા ફૈઝાન ખાન નામના વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી.

જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ શાહરૂખ ખાનના ફેન્સ ખૂબ જ પરેશાન થઈ ગયા છે. જોકે, શાહરૂખ ખાન પર આની કોઈ અસર થઈ નથી. તેણે આ મામલે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
અફવા વિશે શાહરુખ ખાન કરે છે ગમ્મત
શાહરૂખ ખાને તેના મૃત્યુ સાથે જોડાયેલી અફવાઓ પર મસ્તી કરી છે. તે ઘણી ઇવેન્ટ્સમાંતેમના મૃત્યુ સાથે સંબંધિત અફવાઓ પર પણ ચર્ચા કરે છે અને હસે છે. એકવાર કિંગ ખાન વિશે એવા સમાચાર આવ્યા હતા કે તેનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે અને અભિનેતાએ પોતે પણ તેના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું.
સેટ પર થયો હતો અકસ્માત
શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર લખ્યું હતું - પ્લેન ક્રેશમાં મારા મૃત્યુ પછી મારી પાસે એક સારું અઠવાડિયું હતું. સેટ પર એક નાનો અકસ્માત થયો અને લોકોએ માની લીધી હતુ.
શાહરુખ ખાનના પિતાને થયુ હતુ કેન્સર
શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું મારા પિતાની જેમ મૃત્યુ નથી ઈચ્છતો. શાહરૂખ ખાનના પિતાને કેન્સર હતું તે ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાને જણાવ્યું હતું કે તેના પિતાને કેન્સર છે. કેન્સર વિશે સાંભળતાની સાથે જ બધાએ તેમનાથી દૂર રહેવાનું શરૂ કર્યું. ડ્રાઇવરે પણ કાર ચલાવવાની ના પાડી દીધી હતી. ત્યારપછી શાહરૂખ પોતે પિતાના મૃતદેહને લેવા હોસ્પિટલ પહોંચ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
