Pics : બીજાની સ્ટાઇલ-બ્યુટી પ્રત્યે જેલેસી નથી : પ્રિયંકા
મુંબઈ, 26 ઑક્ટોબર : સામાન્ય રીતે કહે છે કે નારી ના ભાવે નારી કે રૂપા... પરંતુ આ વાત પ્રિયંકા ચોપરા ઉપર બિલ્કુલ બંધ નથી બેસતી, કારણ કે તેમનું કહેવું છે કે તેમને કોઈની સુંદરતા સામે કોઈ વાંધો નથી હોતો. જો કોઈ સુંદર દેખાતું હોય, તો તેઓ તેની પાસે જઈને કહે છે કે આપ સુંદર લાગો છો.
પ્રિયંકા ચોપરાએ જણાવ્યું - મને ક્યારેય બીજાઓની સ્ટાઇલ, બ્યુટી અને લોકપ્રિયતા સામે ઈર્ષ્યા નથી થતી. હું ઈર્ષ્યાળુ પ્રવૃત્તિની વ્યક્તિ નથી. પ્રિયંકા ચોપરા પોતાના હૉલીવુડ મ્યુઝિક આલબમની સફળતાથી ખુશ છે. તેઓ આ સફળતાની ઉજવણી અંગેના કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં.
હાલ ક્રિશ 3 ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત પ્રિયંકાએ જણાવ્યું કે આ ફિલ્મ પૂરા ત્રણ વર્ષની સખત મહેનતનું પરિણામ છે. આશા કરુ છું કે અમારી મહેનતને લોકો જરૂર પસંદ કરશે. આ ફિલ્મ બાદ લોકોને સંજય લીલા ભાનુશાળીની રામલીલા ફિલ્મમાં આયટમ સૉંગમાં પણ પ્રિયંકા ચોપરા જોવા મળશે કે જેમાં તેમણે મૉડર્ન મુજરો કર્યો છે.
જુઓ પ્રિયંકા ચોપરાની લૅટેસ્ટ તસવીરો અને જાણો વધુ વિગતો :

ઉજવણી કરતાં પ્રિયંકા
પ્રિયંકા ચોપરાના હૉલીવુડ મ્યુઝિક આલબમની સફળતા પ્રસંગે એક કાર્યક્રમ યોજાયું કે જેમાં પ્રિયંકાએ પોતાના ફૅન્સ સાથે આ સફળતાની ઉજવણી કરી હતી.

ઈર્ષ્યાળુ નથી પ્રિયંકા
આ પ્રસંગે પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે તેઓ ઈર્ષ્યાળુ નથી કે જેમ સામાન્ય રીતે મહિલાઓ હોય છે.

ક્રિશ 3 સખત મહેતનું પરિણામ
પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મ ક્રિશ 3 છે. આ ફિલ્મ અંગે તેમણે જણાવ્યું કે ક્રિશ 3 ત્રણ વર્ષની સખત મહેનતનું પરિણામ છે અને તેમને આશા છે કે લોકોને આ ફિલ્મ ગમશે.

પ્રમોશનમાં વ્યસ્ત
પ્રિયંકા ચોપરા હાલ ક્રિશ 3ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેઓ ફિલ્મના અન્ય કલાકારો હૃતિક રોશન, વિવેક ઓબેરૉય અને કંગના રાણાવત સાથે તાજેતરમાં જ દુબઈ ખાતે એક મૉલમાં પ્રમોશન માટે પહોંચ્યા હતાં. ઉપરાંત દિલ્હીમાં પણ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરાયું.

રામલીલામાં આયટમ સૉંગ
પ્રિયંકા ચોપરા ક્રિશ 3 બાદ રામલીલા ફિલ્મમાં આયટમ સૉંગ કરતાં નજરે પડશે કે જેમાં મુખ્ય કલાકારો દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
