Pics : ફરહાનને લીધે ‘મિલ્ખા’ સાથે દોડ્યાં સોનમ
મુંબઈ, 29 જૂન : આગામી 12મી જુલાઈના રોજ રિલીઝ થતી મોસ્ટ અવેટેડ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગની વાર્તા ભારતીય એથલીટ મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે. તેથી આ ફિલ્મ લોકોની આતુરતા વધી ગઈ છે. જોકે ફિલ્મના પ્રોમોથી લાગે છે કે ફિલ્મમાં એક લવલી લવ સ્ટોરી પણ છે કે જેનો મિલ્ખા સિંહના જીવન સાથે શો સમ્બંધ છે.
ખેર, આ પ્રશ્નનો ઉત્તર ફિલ્મ રિલીઝ થયા બાદ મળશે, પણ આ લવ સ્ટોરીએ ફિલ્મને વધુ આકર્ષક બનાવી દીધી છે. ફિલ્મના નાયિકા સોનમ કપૂર કહે છે કે તેમણે આ રોલ માત્ર એટલે કર્યો, કારણ કે તેઓ ફરહાન અખ્તર સાથે કામ કરવા માંગતા હતાં. તેઓ ફરહાનનાબહુ મોટા ફૅન છે. ઉપરાંત ફિલ્મની વાર્તા એટલી ટચિંગ છે કે જે સાંભળ્યા બાદ ઇનકાર કરવાનો પ્રશ્ન જ નહોતો ઊભો થતો.
રાંઝણા ગર્લ સોનમે જણાવ્યું - ફિલ્મમાં મારો રોલ નાનકડો છે. છતાં તે મારા હૃદયની ખૂબ નજીક છે. મને આ ફિલ્મ કરતા મજા પડી. અગાઉ ફરહાને પણ સોનમના ખૂબ વખાણ કર્યા હતાં.
આવો તસવીરો દ્વારા જાણીએ વધુ વિગતો :

ફરહાન માટે કરી ફિલ્મ
સોનમે જણાવ્યું કે તેઓ ફરહાન સાથે કામ કરવા માંગતા હતાં. તેથી ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ કરી. તેઓ ફરહાનના મોટા ફૅન છે.

ગૌરવ અનુભવતાં ફરહાન
ફરહાને જણાવ્યું કે તેમને પોતાની ઉપર ગૌરવ થાય છે કે તેમને ભારતના ગૌરવ અને રીયલ હીરો મિલ્ખા સિંહનો રોલ કરવાની તક મળી.

મિલ્ખા સિંહને કૉપી નહીં
ફરહાને પુરતી કોશિશ કરી કે તેઓ પોતાના રોલ સાથે ન્યાય કરે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણએ મિલ્ખા સિંહને કૉપી નથી કર્યાં.

મારો રોલ નાનો
સોનમે જણાવ્યું કે ફિલ્મમાં મારો રોલ નાનો છે, પણ ખૂબ જ હૃદયસ્પર્શી છે.

બાયોગ્રાફિકલ ફિલ્મ
ભાગ મિલ્ખા ભાગ એક બાયોગ્રાફિકલ ફિલ્મ છે કે જે મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે. ફિલ્મના દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
