હું સાજો-માજો, મિંકે બદનામ કર્યો : જગદીશ માલી
મુંબઈ, 23 જાન્યુઆરી : હું પૂર્ણત્વે સાજો-માજો છું. મને શારીરિક કે માનસિક કોઈ બીમારી નથી. તેથી વારંવાર જે લોકો મારી વિશે કહી રહ્યાં છીએ કે હું માનસિક રીતે બીમાર છું, તો તેઓ કૃપા કરી આવી વાતો કરવી બંધ કરે. એમ કહેવું છે બૉલીવુડ અભિનેત્રી અંતરા માલીના પિતા અને જાણીતા બૉલીવુડ ફોટોગ્રાફર જગદીશ માલીનું.

જગદીશ માલીએ જણાવ્યું કે આ બધું મિંક બ્રારનું કરેલું છે કે જેઓ પબ્લિસિટી માટે મને અને મારા પુત્રીને બદનામ કરી રહ્યાં છીએ. મને સુગરની તકલીફ છે. હું રોજ ટહેલવા માટે નિકળું છું. પાલી હિલ રોડ પર હું તે દિવસે પણ સહેલગાહ માટે નિકળ્યોહતો, પરંતુ મને થાક જેવું વર્તાયું, તેથી હું પોતાના સુગર લેવલને જાળવી રાખવા ચૉકલેટ લેવા દુકાને ગયો હતો, પરંતુ ચૉકલેટ મારા મોઢે ફેલાઈ ગઈ અને તે જ વખતે મિંકે મને જોયું. પછીની તમામ બાબતો માત્ર વાર્તા છે કે જે મિંકે બનાવી છે.
નોંધનીય છે કે થોડાક દિવસ અગાઉ એવા સમાચાર આવ્યા હતાં કે રેખા અને અમિતાભ બચ્ચનને ગ્લૅમરસ તથા સુંદર અંદાજમાં રજુ કરનાર જાણીતા ફોટોગ્રાફર જગદીશ માલી દયાજનક તથા ચિંતાજનક હાલતમાં મુંબઈના પાલી હિલ ખાતે મળ્યા હતાં. તેમને એવી હાલતમાં પહેલી વાર અભિનેત્રી મિંક બ્રારે જોયાં કે જેઓ ગરીબોને ધાબળા વહેંચી રહ્યા હતાં. તેમણે પહેલા અંતરાને ફોન કર્યો, પરંતુ અંતરાએ જણાવ્યું કે તેઓ પોતાના નવજાત શિશુને છોડીને આવી ન શકે. ત્યારે મિંકે સલમાનને એસએમએસ કર્યું. એસએમએસ વાંચતા જ સલમાને તરત ગાડીની વ્યવસ્થા કરી અને જગદીશ માલીને પોતાને ઘેર તેડાવ્યાં. સલમાને જગદીશ માલીને ભરપેટ ભોજન કરાવ્યું અને પહેરવા માટે કપડા આપ્યાં.
જોકે આ બનાવ પછી અંતરા માલીએ સ્પષ્ટીકરણ કર્યુ હતું કે તેઓના પિતા બિલ્કુલ ઠીક છે અને સલમાને તેમની મદદ કરવાની કોઈ જરૂર નથી. હવે જગદીશ માલીએ પણ આમ બોલતાં આ સમગ્ર બનાવ અંગે પ્રશ્નચિહ્ન ઊભો થયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
