‘મારી ઇંટીમેસી સામે ડૅડને વાંધો નથી... પડદા પર કોઈની દીકરી નથી...’
મુંબઈ, 29 માર્ચ : ક્રિશ અને અનન્યાની પ્રણય-કથા લગ્નના મંડપ સુધી પહોંચશે કે કેમ? આ સવાલનો જવાબ તો 2 સ્ટેટ્સ ફિલ્મ રિલીઝ થયા બાદ જ મળશે, પરંતુ ગઈકાલે યોજાયેલ ફિલ્મના પ્રમોશન દરમિયાન આ જોડી વગર લગ્ન-મંડપે એક-બીજા સાથે બંધાઈ ગઈ.
મોકો હતો 2 સ્ટેટ્સ ફિલ્મના સનસિલ્ક સાથેના કોલોબરેશનનો. આ ઇવેંટમાં ફિલ્મની જોડી આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર હાજર હતી. આલિયા-અર્જુને આ ઇવેંટ દરમિયાન ખૂબ મસ્તી કરી. અહીં સુધી કે આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર આલિયાના આઉટફિટના છેડા વડે એક-બીજા સાથે બંધાઈ ગયાં.
ચેતન ભગતની નવલકથા 2 સ્ટેટ્સ પર આધારિત ફિલ્મ 2 સ્ટેટ્સ સાથે આલિયા-અર્જુન પહેલી વાર એક સાથે રૂપેરી પડદે આવી રહ્યાં છે. આલિયા ભટ્ટની આ ત્રીજી ફિલ્મ છે. બૉલીવુડમાં મહેશ ભટ્ટની દીકરી હોવા છતા પોતાની અલગ ઓળખ સ્થાપિત કરનાર આલિયા ભટ્ટે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કર્યુ હતું અને પોતે એમ કહે પણ છે કે તેઓ પડદા ઉપર માત્ર અભિનેત્રી છે, કોઈના દીકરી નહીં.
ચાલો જોઇએ ઇવેંટની તસવીરો અને જાણીએ કે શું કહે છે આલિયા-અર્જુન :

પડદા ઉપર માત્ર અભિનેત્રી
આલિયા ભટ્ટને સવાલ કરવામાં આવ્યો કે તેમના ઇંટીમેટ સીન્સ અંગે તેમના વાલીઓ કઈ રીતે રિએક્ટ કરે છે. આલિયા ભટ્ટે જણાવ્યું - પડદા ઉપર હું એક અભિનેત્રી છું. કોઈની દીકરી નથી.

જોકે ડૅડને વાંધો નથી
આલિયાએ જણાવ્યું - જોકે હું નથી વિચારતી કે ડૅડ (મહેશ ભટ્ટ)ને આવા સીન્સ અંગે કોઈ વાંધો હશે.

અનન્યા મૅચ્યોર
2 સ્ટેટ્સમાં તામિળ કન્યા અનન્યાનો રોલ કરતા આલિયાએ જણાવ્યું - અનન્યા અપેક્ષા કરતા વધુ મૅચ્યોર છે. તે ખૂબ જ ઇંટેલિજંટ છે. આખરે તે એમબીએ છે.

...કંઈ પણ કરી છૂટે
હું આ પાત્ર સાથે સંલગ્ન છું. અનન્યા એવા લોકો માટે કંઈ પણ કરી છૂટે કે જે તેને પ્રેમ કરે છે.

પ્રેમના સીમાડાઓ ન હોય
2 સ્ટેટ્સનો ભાગ બનવા અંગે અર્જુન કપૂરે જણાવ્યું - આની પાછળનું એક કારણ છે, કારણ કે હું માનુ છું કે પ્રેમને કોઈ સીમાડાઓ નથી હોતા.

લાગણીઓ વડે જોડાયો
અર્જુને કહ્યું - હું આ ફિલ્મ સાથે લાગણીઓ વડે જોડાઈ ગયો છું.

8મી એપ્રિલે રિલીઝ
અભિષેક વર્મન દિગ્દર્શિત 2 સ્ટેટ્સ ફિલ્મ 8મી એપ્રિલે રિલીઝ થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
